
નેત્રંગ પોલીસે ત્રણ અલગ અલગ ગામોમાંથી જુગારધામ ઉપર દરોડા પાડી ૧૩ જુગારીયાઓને ઝડપી પાડ્યા,
•ત્રણેય જુગારના અડ્ડા ચલાવનાર નેત્રંગની દર્શના નગરમાં રહેતો મુખ્ય સુત્રધાર*
*નેત્રંગ પોલીસે ૩૫ હજારથી વધુનાં મુદ્દામાલ સાથે ૧૩ ઇસમોને ઝબ્બે કરતા તાલુકામા ફફડાટ*

નેત્રંગ પોલીસ મથકનો સ્ટાફ ફૂલવાડી ચોકડી ઉપર પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મોટા જાંબુડા ગામની ગૌચર ફળીયામાં રહેતો કિશન ધર્મેશ વસાવા પોતાના ઘરે ફરક આંકનો જુગારધામ ચલાવી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા ૧૨,૮૨૦/- તેમજ તથા મોબાઈલ નંગ ૭ જેની કિંમત રૂ.૧૬,૦૦૦/- મળી કુલ રૂપિયા ૨૮,૮૨૦/- નો મુદ્દામાલ જબ્બે કર્યા સાથે જ કિશન વસાવા સહિત ૧૦ ઇસમોને ઝડપી પાડ્યા હતા.
જયારે પોલીસે આવી જ રીતે નાના જાંબુડા ગામની નવી વસાહતમાં રહેતો ચતુર કરશન વસાવાના જુગારધામ ઉપર પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા અને ફોન મળી કુલ રૂપિયા ૩,૪૫૦/- ના મુદ્દામાલ સાથે ચતુર વસાવાને ઝડપી પાડ્યો હતો.
તો આવી જ રીતે તાલુકાના સાકવા ગામના નિશાળ ફળિયામાં રહેતો બુધિયા વસાવાના અડાળીમાં ચાલતા જુગારધામ ઉપર દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ રોકડા સહીત રૂપિયા ૨,૯૮૦/- નો મુદ્દામાલ જબ્બે કર્યો હતો અને જુગાર રમતા બુધિયા વસાવાને ઝડપી પાડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય એ છે કે આ ત્રણેય જુગારના અડ્ડા ચલાવનાર નેત્રંગની દર્શના નગરમાં રહેતો મુખ્ય સુત્રધાર સલમાન અબ્દુલ પઠાણને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
સદર કામગીરી નેત્રંગ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શક્તિસિંહ ચુડાસમા તથા અ.હે.કો.લીમજીભાઇ, પ્રકાશભાઇ, જેશલભાઇ તથા અ.પો.કો.રવિન્દ્રભાઇ દ્રારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.








