MORBIMORBI CITY / TALUKO

મોરબી જિલ્લાના શિક્ષકોને દિવ્યજીવન સંઘ દ્વારા યોગાસન માર્ગદર્શિકા પુસ્તક અપાયું

મોરબી જિલ્લાના શિક્ષકોને દિવ્યજીવન સંઘ દ્વારા યોગાસન માર્ગદર્શિકા પુસ્તક અપાયું :રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 

મોરબીમાં સાહિત્ય ક્ષેત્રે ખુબજ કાર્ય થાય છે.અનેક લેખકોના પુસ્તકો અવારનવાર પ્રકાશિત થતા હોય છે,અને આ રીતે સાહિત્ય જગતની સેવા થતી હોય છે,થોડા દિવસ પહેલાં દિવ્યજીવન સંઘ દ્વારા મોરબી જિલ્લાની તમામ શાળાઓમાં તંદુરસ્તી તમારા હાથમાં નામનું દળદાર પુસ્તક અર્પણ કરાયું હતું, હાલ વધુ એક વખત મોરબીના રવજીભાઈ કાલરીયા જે દિવ્ય જીવન સંઘમાં ઘણા વર્ષોથી સેવારત છે, અને મોરબીના લોકો તંદુરસ્ત રહે એ માટે ચિંતન મનન કરતા હોય છે,હાલના સમયમાં નાના ઉંમરના લોકો માટે હાર્ટ એટેકના અનેક કિસ્સાઓ જોવા મળી રહ્યા છે,ત્યારે ભારતની ઋષી પરંપરા એવા નિયમિત રીતે યોગ કરવાથી તન,મન નિરોગી અને પ્રફુલ્લિત રહે છે,રવજીભાઈ કાલરીયાના પ્રયત્નોથી મોરબી જિલ્લાના પ્રાથમિક,માધ્યમિકના પાંચ હજાર જેટલા શિક્ષકોને આ પુસ્તક અર્પણ કરવામાં આવ્યું છે, શરીર,મન અને પ્રાણને જોડનાર જો કોઈ તત્વ હોય તો એ છે યોગાસન.લોકો યોગાસન સરળતાથી કરી શકે એ માટેનું માર્ગદર્શન આ પુસ્તકમાં આપેલ છે,આ પુસ્તિકામાં યોગના ફાયદા, સૂર્યનમસ્કાર, શવાસન, શીર્ષાસન, સર્વાંગાસન,મત્સ્યાસન હલાસન, પશ્ચિમોતાસન,ભુજંગાસન મકરાસન, શલભાસન,ધનુરાસન ચક્ર આસન,યોગમુદ્રા,મયૂરાસન તેમજ પ્રાણાયામની સચિત્ર સમજ તેમજ જે તે યોગાસનથી થતા ફાયદાઓનું વર્ણન કરેલ છે,

આ પુસ્તક શિક્ષકો માટે અને વિદ્યાર્થીઓ માટે ખુબજ ઉપયોગી સાબિત થશે,મોરબી તાલુકાના શિક્ષકોને હાલ આ પુસ્તક વિતરણ થઈ રહ્યું છે,અન્ય તાલુકામાં આગામી દિવસોમાં વિતરણ કરવામાં આવશે,આવી સુંદર પ્રવૃત્તિ બદલ રવજીભાઈ કાલરીયા તેમજ દિવ્યજીવન સંઘનો તમામ શિક્ષકોએ આભાર પ્રકટ કરેલ છે.

[wptube id="1252022"]
Back to top button