MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના મોબાઈલ શોપમાં શંકાસ્પદ શખ્સ ફોન વેચવા આવેલ વેપારીએ પોલીસને જાણ કરતાં:ફોન મૂકી નાસી ગયો

MORBI:મોરબીના મોબાઈલ શોપમાં શંકાસ્પદ શખ્સ ફોન વેચવા આવેલ વેપારીએ પોલીસને જાણ કરતાં:ફોન મૂકી નાસી ગયો

મોરબી શહેરમાં નાસ્તા ગલીમાં આવેલ શ્રીનાથજી મોબાઈલમાં શુક્રવારે સવારે 11:16 કલાકે બ્લેક કલરનો શર્ટ પહેરેલ એક વ્યક્તિ મોબાઈલ વેચાવા આવ્યો હતો. તેની પાસે બિલ માંગવામાં આવતા બિલ ન હોવાથી તથા મોબાઈલના કોઈ આધાર પુરાવા ન હોવાથી દુકાનદાર દ્વારા પોલીસને જાણ કરવાનું કહેવામાં આવ્યું હતું. આ દરમ્યાન મોબાઈલ વેચવા આવનાર વ્યક્તિએ બહાનું બતાવ્યુ કે કે હું આવું મારી પત્નીને બોલાવી લવ ત્યાંથી પલાયન થઈ ગયો હતો. બનાવ બાદ શ્રીનાથજી મોબાઈના સંચાલક વિશાલભાઈ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે અને જે કોઈ વ્યક્તિનો મોબાઈલ હોય તેમને યોગ્ય ખરાઈ કરી મોબાઈલ લઈ જવા અનુરોધ કર્યો હતો.
[wptube id="1252022"]





