MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ફાયર વિભાગે સ્ટેવેલ જીમ સેન્ટરને કર્યું સિલ

MORBI:મોરબીમાં ફાયર વિભાગે સ્ટેવેલ જીમ સેન્ટરને કર્યું સિલ

Oplus_0

રાજકોટના ગેમઝોન અગ્નિકાંડને લઈને ઉપરથી આદેશો છુટતા મોરબીમાં છેલ્લા 3 દિવસથી તંત્ર દ્વારા હોસ્પિટલોમા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં આજે પણ 13 હોસ્પિટલમાં ફાયર સહિતની ટીમોએ ચેકીંગ હાથ ધર્યું હતું. આ વેળાએ રામ ચોકમાં આવેલ સ્ટે વેલ જીમમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળતા તેને સિલ કરી દેવામાં આવ્યું હતું. આ સાથે 7 જેટલી હોસ્પિટલોમા ફાયર સેફટીને લઈને ક્ષતિઓ જોવા મળતા તેને નોટિસ ફટકારવામાં આવી હતી. તેમ ફાયર સ્ટેશન ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

Oplus_0

[wptube id="1252022"]
Back to top button