GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

MORBI:વાંકાનેરમાં પાંચ વર્ષ પૂર્વે બાઈક ચોરી કરનાર ઇસમને એસઓજી ટીમે ઝડપી લીઘો 

વાંકાનેરમાં પાંચ વર્ષ પૂર્વે બાઈક ચોરી કરનાર ઇસમને એસઓજી ટીમે ઝડપી લીઘો

મોરબી એસઓજી ટીમ વાહનચોરીના ગુનાના ભેદ ઉકેલવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન ન્યુ ફ્લોરા બંગ્લોઝ ડી માર્ટ સામે મોરબી ૨ સામે રોડ પર એક ઇસમ ચોરીથી મેળવેલ શંકાસ્પદ બાઈક સાથે હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પર પહોંચી બાઈક જીજે ૩૬ એન ૩૪૨૩અંગે સર્ચ કરતા બાઈક પાંચેક વર્ષ પૂર્વે વાંકાનેર દોશી કોલેજ રોડ પરથી ચોરી થયાનું માલૂમ પડ્યું હતું જે બનાવ મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાયેલ હતી

જેથી એસઓજી ટીમે આરોપી પંકજ રમેશભાઈ સિંચાણાદા (ઉ.વ.૨૧) રહે સો ઓરડી મેલડી માતાના મંદિર સામે મોરબી વાળાને ઝડપી લઈને ચોરી થયેલ બાઈક કીમત રૂ ૨૫ હજાર રીકવર કરી વધુ તપાસ ચલાવી છે

[wptube id="1252022"]
Back to top button