MORBI:મોરબીમાં નવી બનતી મેડીકલ કોલેજ નો સ્લેબ ધરાશાયી,ચાર જેટલા ઈજાગ્રસ્ત એક મજુર ફસાયેલ ને બહાર કાઢવા રેસ્ક્યુ હાથ ધરાયું

મોરબીમાં નવી બનતી મેડીકલ કોલેજ નો સ્લેબ ધરાશાયી, ચાર જેટલા ઈજાગ્રસ્ત એક મજુર ફસાયેલ ને બહાર કાઢવા રેસ્ક્યુ હાથ ધરાયું

મોરબીના શનાળા ગામ નજીક રાજકોટ હાઇ-વે પર બની રહેલ નવી મેડિકલ કોલેજનો સ્લેબ કામગીરી દરમિયાન ધરાશાયીઃ પાંચેક શ્રમિક ઇજાગ્રસ્ત, દટાયેલા મજૂરોને બહાર કાઢવા રેસ્ક્યુ હાથ ધરાયું ..

દરમીયાન કરોડો રૂપિયાના સરકારી પ્રોજેકટમાં દુર્ઘટના વખતે એક પણ ઉચ્ચ અધિકારી કે કોન્ટ્રાકટર જોવા મળ્યા ન હોવાનો કોંગ્રેસ અગ્રણી મનોજ પનારાએ આક્ષેપ કરી અકસ્માત સમયે સેવાભાવી લોકોએ ગેસ કટર સહિતની વ્યવસ્થા ગોઠવી શ્રર્મિકોના જીવ બચાવવા પ્રયાસો કર્યા હોવાનું જણાવી સરકારી તંત્રને આડેહાથ લીધું હતું.

બિજી બાજુ ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરીયા બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને ઘટના મામલે સરકારને જાણ કરી હોવાનું તેમજ બેદરકારી દાખવનાર કોન્ટ્રાકટર તેમજ જવાબદારોને છોડવામાં નહિ આવે તેમ જણાવી સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે તેમ જણાવી 500 કરોડ રૂપિયા પ્રોજેકટમાં બચાવના કોઈ સાધનો ન હોવા અંગે રોષ વ્યકત કરી બેદરકારી દાખવાનાર ને છોડવામા નહીં આવે તેવું સ્પષ્ટ પણે જણાવ્યું હતું.

મોરબીમાં નવી બનતી મેડિકલ કોલેજની છત તૂટી પડતા કુલ પાંચ મજૂરો ઘટનાનો ભોગ બન્યા હતા જેમાં ચાર મજૂરોની ઓળખ થઈ છે, આ દુર્ઘટનામા કમલેશ કલાભાઈ વાકલા, ઉ.27 રહે. રૂપાખડા, જી.જાંબુઆ, મધ્યપ્રદેશવાળાને સરકારી હોસ્પિટલ મોરબી, મનીષ મગનભાઈ મેડા ઉ.30, સુરડીયા જી.જાંબુઆ મધ્યપ્રદેશ, સંજયભાઈ નાગજીભાઈ મારલાણા ઉ.45 રહે. રાજકોટ અને અરુણકુમાર પાસવાન રહે.ભરખડ વાળાને સાગર હોસ્પિટલ મોરબી ખાતે રાખવામાં આવ્યા છે. અને હજુ સુનિલ સાહુ રહે.ટોટી ગામ, કલાડી ઓરિસ્સા વાળો હજુ કાટમાળમા ફસાયેલ હોવાનું જાણવા મળે છે.

મોરબીમાં આટલી મોટી દુર્ઘટના સર્જાવા છતાં કલેકટર તંત્ર ઘટનાસ્થળે ડોકાયું ન હતું ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ ખરી આપદા વેળાએ જ ક્યાંય જોવા ન મળતા મોરબી આવી ઘટના વખતે લાચાર અને બેબસ હોવાનું ફરી એક વખત સાબિત બન્યું હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.








