
હડમતીયા થી જડેશ્વર તરફનો માર્ગ બન્યા ભેગો ભાંગીને ભૂકો થતા સોશિયલ મીડિયામાં વિડિયો થયો વાયરલ
( બોકસ) બોલો લિયો..રોડ ની મજબૂતાઇ એવી ઢસો ઢસ કે ટૂંક સમયમાં તૂટી જાય..

હડમતીયા થી કોઠારીયા નો અંતરે એક થી બે કિલોમીટર નો કટકો આશરે હોય જે બન્યા ભેગો જ ભાંગીને ભૂકો થઈ ગયો છે જેથી ફરી વાહન ચાલકોને ત્યાંથી પસાર થવું જોખમી બન્યું છે અનેક રાવ રજૂઆત ફરિયાદોને ધ્યાન રાખી સ્થાનિક અગ્રણીઓ આગેવાનો સામાજિક કાર્યકરો દ્વારા સ્થાનિક નેતાઓ સમક્ષ રોડ રસ્તા ને મંજૂર કરાવી મજબૂત બનાવવા ના પ્રયાસો કર્યા હતા

પરંતુ છતાં આધુનિક યુગમાં આયોજનના અભાવનો વાયરસ કે ભાગ બટાઈ ની ભૂમિકા માં ભ્રષ્ટાચાર અટકતો ના હોય તેમ હડમતીયા થી કોઠારીયા તરફનો માર્ગ ફરી ગાબડા ધારી માર્ગ ટુટી ગયો હોય તેવી ફરી ફરિયાદ ઉઠી છે જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિકાસ શાસન કાળમાં વિકાસ થયેલો માર્ગ ફરી ભાંગીને ભૂકો થઈ જતા વિકાસ રૂદ્રાયો હોય તેમ સ્થાનિક ગ્રામ્ય વિસ્તારના લોકો મહેસૂસ કરી રહ્યા છે જેથી સ્થાનિક સામાજિક કાર્યકરો અને નેતાઓની મહેનતો પર પાણી ઢોર થાય તે પહેલા જ મજબૂત પાકો રોડ બનાવવો જોઈએ જેથી કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચારીઓ વિકાસના કામોમાં શાસન પક્ષના નેતાઓની પ્રતિષ્ઠા ની છબી મતદાર પ્રજામાં નગડી કરતા અટકે એવા પ્રયાસો કરવા જોઈએ જેથી કરોડોની ગ્રાન્ટ ની મંજૂરી ની મોર મા ચોર અટકે એ જ ખરા અર્થે વિકાસ









