
MORBI:મોરબી ના વી સી પરા વિસ્તાર માં મેઈન રોડ પર ઉભરાતી ગટર ની સમસ્યા
મોરબી શહેર ના વોર્ડ નં.૨ ના આર્થિક સામાજિક દૃષ્ટિ એ પછાત વિસ્તાર વી સી પરા ના મેઈન રોડ પર આવેલી ભૂગર્ભ ગટર છેલ્લા ઘણા સમય થી સાંજ ના સમયે ઉભરાય છે અને સમગ્ર રોડ પર ગટર ના દુર્ગંધયુક્ત પાણી ફેલાઈ જતા આ રોડ પરથી પસાર થતા અસંખ્ય વાહનચાલકો અને રાહદારીઓ ભારે હાલાકી અનુભવી રહ્યા છે અને રોડ ની બંને સાઈડ પર રહેણાક ના મકાનો હોવાથી આ મકાનો માં વસવાટ કરતા પરિવારો ના સભ્યો પર સંભવિત ખતરનાક રોગચાળા નું જોખમ ઝળૂંબી રહ્યું છે.ઉલેખનીય છે કે આ અગાઉ અનેકવાર આ સમસ્યા સર્જાઈ છે અને ન.પા.તંત્ર દ્વારા નિવારણ માટે કામગીરી કરવામાં આવી છે આમ છતાં અવાર નવાર આ પ્રકારે ગટર ઉભરાવાની સમસ્યા ઉદભવતી હોય , કાયમી નિવારણ સત્વરે કરવા પ્રબળ લોકમાંગ ઉઠી છે.
[wptube id="1252022"]