MORBI:મોરબી શહેરમાં પીવાના પાણીની સમસ્યા! નગરપાલિકા ને કરી રજૂઆત! આંદોલન ની ચીમકી!

મોરબી શહેરમાં પીવાના પાણીની સમસ્યા! નગરપાલિકા ને કરી રજૂઆત! આંદોલન ની ચીમકી!

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી શહેરમાં પીવાના પાણીની સમસ્યા કોઈને કોઈ વિસ્તારમાં સર્જાય છે અને જેની ફરિયાદ નગરપાલિકા સુધી પહોંચે છે. આવો જ એક વિસ્તાર જે મોરબી શહેરના વોર્ડ નંબર નવ માં આવેલો છે. જેની દસ સોસાયટીઓમાં પીવાનું પાણી મળતું નથી જેના કારણે આજે આ સોસાયટીના રહીશો મહિલા અને પુરુષોએ નગરપાલિકામાં આવીને પોતાના પ્રશ્નની રજૂઆત કરી છે. પરંતુ ચીફ ઓફિસર કે વહીવટદાર હાજર ન હોય તેમની રજૂઆત અધીકારી સાંભળે પછી જ ઘરે જાઉં છે તેવું જણાવી મહીલાઓ એ નગરપાલિકામાં અડીંગો જમાવ્યો છે. આ બાબતે વાત કરીએ તો મોરબીના સનાળા રોડ ઉપર આવેલી સોસાયટીઓમાં ભરતનગર એક તથા બે ,પટેલ કોલોની, રામનગર સોસાયટી, વૈભવનગર, ચિત્રાનગર, શિવમ સોસાયટી, શ્રીજી પાર્ક, જેવી દરેક સોસાયટીઓમાં પીવાનું પાણી મળતું નથી. અને છેલ્લા દસ દિવસથી તો સદંતર બંધ થઈ ગયું હોય આ વિસ્તારની મહિલાઓ અને પુરુષો નગરપાલિકાએ આવીને પોતાની વ્યથા જણાવી છે.

પણ જવાબદાર અધિકારી કોઈ ન હતા તેઓ નગરપાલિકાએ આવે અને અમારી મુશ્કેલી સાંભળે ત્યારબાદ જ નગરપાલિકાએથી ઘરે જવું છે તેવું મહિલાઓએ હઠાગ્ર કરીને નગરપાલિકામાં બેસી ગયા છે. અને આ પીવાના પાણીનો પ્રશ્ન ન ઉકેલાય તો ગાંધી ચિંધ્યા માર્ગે નગરપાલિકા કચેરી સામે ઉપવાસ આંદોલન કરવાની પણ ચીમકી ઉતારવામાં આવી છે.








