
વેનેઝુએલાની રાજધાની કરાકાસ પાસેના હાઈવે પર બુધવારે સાંજે 17 વાહન સળગીને રાખ થઈ ગયાં હતાં. ગુરુવારે સવારે પણ અહીં મૃતદેહો કાઢવાની પ્રક્રિયા ચાલુ રહી હતી. અત્યારસુધીમાં 16 લોકોના મૃતદેહ મળ્યા છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે.
બીબીસીના અહેવાલ મુજબ, પૂરપાટ ઝડપે એક ટ્રકે કેટલાંક વાહનોને ટક્કર માર્યા બાદ આગ લાગી હતી. થોડી જ વારમાં આગ નજીકમાં પાર્ક કરેલાં વાહનોમાં ફેલાઈ ગઈ હતી.
આ અકસ્માતની માત્ર 15 મિનિટ પહેલાં જ બીજો અકસ્માત થયો હતો. અકસ્માતના કારણે હાઈવે પર અનેક વાહનો ફસાઈ ગયાં હતાં. ત્યારે પૂરપાટ ઝડપે આવતી ટ્રકે વાહનોને ટક્કર મારી હતી. ટ્રકમાં કેમિકલ ભરેલું હતું. ટક્કરને કારણે આગ ફાટી નીકળી હતી અને વાહનોમાં ફેલાઈ ગઈ હતી.

[wptube id="1252022"]









