ટંકારા: ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેનો દ્વારા ટંકારા તાલુકા વિકાસ અધિકારી ને આવેદન પત્ર આપવામાં આવ્યું

ટંકારા: ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેનો દ્વારા ટંકારા તાલુકા વિકાસ અધિકારી ને આવેદન પત્ર આપવામાં આવ્યું

ટંકારા ગામે ટંકારા તાલુકાના અલગ અલગ ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેનો દ્વારા ટંકારા તાલુકા વિકાસ અધિકારીશ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં.
(૧) દર ત્રણ મહિને ફરજીયાત મીટિંગ બોલાવવામાં આવે અને થયેલા ઠરાવો ની તાત્કાલિક અમલવારી કરવામા આવે. (૨)અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગની વસ્તી પ્રમાણે બજેટ ફાળવવામાં આવે અને તેની રકમને ચેરમેન ની સીધી દેખરેખ માં વાપરવામાં આવે. (૩) ગ્રામ પંચાયત ની સમય અવધિ અનુસાર સામાજિક ન્યાય સમિતિ ની પણ સમય અવધિ પાંચ વર્ષ ની હોય છે માટે તાત્કાલિક અલગ રૂમમાં બેઠક વ્યવસ્થા ફાળવવામાં આવે તેનો અમલ કરાવવો.
(૪) સામાજિક ન્યાય સમિતિને અનુ જાતિ, અનુ જનજાતિ અને અન્ય પછાતવર્ગ ના પ્રશ્નો ઉકેલવા, લેખીત રજુઆતો કરવા માટે લેટરપેડ, સિક્કા , સ્ટેશનરી, ઠરાવ બુકો વગેરે જરૂરિયાતની તાત્કાલિક સુવિદ્યા પુરી પાડવાની.(૫) સામાજિક ન્યાય સમિતિ ને બેસવા માટે ટેબલ, ખુરસી અને સાહિત્ય રાખવા કબાટની વ્યવસ્થા કરવામાં આવે.(૬) ઠરાવની નકલ, પરિપત્રો, ગ્રાન્ટ, બજેટ વગેરે ની તમામ પ્રકારની માહિતી વિના મુલ્યે આપવામા આવે. (૭) આઝાદી ના ૭૩ વર્ષ બાદ પણ હજી અમુક ગામોમાં જાતિગત ભેદભાવ રાખવામા આવે છે ત્યા સરપંચ શ્રી, તલાટી કમ મંત્રી શ્રી, બોડીના સદસ્યો શ્રી ને આભડછેટ હટાવવા તાલુકા વિકાસ અધિકારીશ્રી અન્ય અધિકારીઓ સાથે સંકલન કરી જવાબદારી સોંપી આભડછેટ મુક્ત ભારત બનાવવામા આવે. બંધારણ ના આર્ટિકલ ૧૭ મુજબ અસ્પૃશ્યતા નાબુદ કરવામાં આવે (૮) અનુ જાતિ, અનુ જનજાતિ અને અન્ય પછાતની વસ્તી પ્રમાણે ગ્રાન્ટ ની ફાળવણી કરવી.(૯) ગ્રામસભા માં પછાત વર્ગના લોકોને નિરાધાર સહાય, વિધવા સહાય, અંત્યોદય સહાય, અપંગ સહાય જેવી કલ્યાણ કારી યોજનાંઓ થી વાકેફ કરી તેમને જાગૃત કરવા પર ભાર મૂકવામાં આવે.(૧૦) ધારાસભ્ય શ્રી, સંસદ સભ્ય શ્રી, ૧૫મુ નાણાં પંચ,ATVT, તાલુકા, જિલ્લાની વગેરે વગેરે સરકાર શ્રી ની યોજનાકીય ગ્રાન્ટ વાપરવાની સત્તા ગ્રામ પંચાયત ના ચેરમેન શ્રી ને આપો.જેવા ઘણા મુદ્દા ની નોંઘ સાથે ટંકારા તાલુકા વિકાસ અધિકારીશ્રી ને લેખીત માં આવેદન પત્ર આપી જ્યા નથી થઈ એવાં ગામોમાં તાત્કાલિક અસરથી સામાજીક ન્યાય સમિતિ ની રચના કરી તાત્કાલિક અમલવારી કરાવવા જણાવવામાં આવ્યું હતુ.

આ તકે સામાજિક કાર્યકર હેમંતભાઈ ચાવડા ટંકારા, હિતેષભાઇ મકવાણા અમરાપર , બળદેવભાઈ મકવાણા, મુકેશભાઈ ચૌહાણ સાવડી, પેન્ટર પરસોતમ ભાઈ હિરાપર, સોલંકી મુકેશભાઈ, દેવસી ભાઈ ખીજડીયા વિનુભાઇ પાટડિયા, વાલજી ભાઈ રાણવા, જિતેન્દ્ર વાઘેલા, જેન્તી મકવાણા , ગંગાબેન ભેસદડિયા સજનપર,કાંતાબેન રાણવા રામપર વગેરે ચેરમેન શ્રી ઓ તેમજ ઘણા બધા સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા.









