મોરબી વોર્ડ નંબર ચાર નજીક સેવા સદનમાં પ્રજાના પ્રતિનિધિનું પ્રજાના સેવકોએ કર્યું સન્માન

મોરબી જિલ્લા સેવા સદન ખાતે તારીખ 20 1 2023 ના રોજ સંકલન સમિતિની મીટીંગ અંતર્ગત પ્રજાના વિવિધ પ્રશ્નો જિલ્લા કલેકટર કચેરી ખાતે મોરબી જિલ્લાના ધારાસભ્યો નું સન્માન પ્રજા સેવક સામાજિક કાર્યકરોએ કર્યું હતું જેમાં મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર ચારમાં સામાજિક કાર્યકર અને પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા લાલજીભાઈ રાતડીયા અને જશવંતસિંહ જાડેજા બળવંતભાઈ સનારીયા એ પ્રજાના પ્રતિનિધિ એવા ધારાસભ્ય અને મંત્રીશ્રી નું બહુમાન સાથે સન્માન સન્માન કર્યું હતું
જેમાં મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા તેમજ મોરબી માળિયા મત વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ટંકારા ચૌધરી મતવિસ્તારના ધારાસભ્ય દુલપજીભાઈ દેથળીયા અને હળવદ ધાંગધ્રા મતવિસ્તારના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા વાંકાનેર કુવાડવા મતવિસ્તાર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સહિતના ને આવકાર સાથે સન્માનિત કરી ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે