HALVADMORBIMORBI CITY / TALUKO

હળવદ ના ગ્રામ્ય વિસ્તારની યુવતી નો આપઘાત – માતા પિતા એ આપેલો ઠપકો સહન ન થયો

હળવદ ના ગ્રામ્ય વિસ્તારની યુવતી નો આપઘાત – માતા પિતા એ આપેલો ઠપકો સહન ન થયો

હળવદના દેવીપુર ગામમાં વિદ્યાર્થિનીએ ગેળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. વિદ્યાર્થિની માધવી તારબુંદીયાને ધોરણ-10માં ઓછા ટકા આવતા માતા-પિતાએ ઠપકો આપ્યો હતો અને મોબાઈલમાં ઓછું ધ્યાન આપવા અને ભણવા માટે ટકોર કરી હતી. જેથી વિદ્યાર્થિનીને મનમાં લાગી આવતા દેવીપુર ગામમાં સગીર વિદ્યાર્થિની માધવી તારબુદીયાએ ઘરમાં જ સાડીથી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બાબતે ચરાડવા બીટના એએસઆઈ રવિરાજસિંહ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, દેવીપુર ગામની વિદ્યાર્થિનીને નવા મોબાઈલ અંગે પરિવાર સાથે વાત કરી હશે અને ધોરણ-10માં પણ ઓછા ટકા આવ્યા હોવાથી ભણવા બાબતે ટકોર કરતા તેણીએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ લીધો હતો. વિદ્યાર્થિનીની લાશને પીએમ અર્થે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

વિશાલ જયસ્વાલ હળવદ

[wptube id="1252022"]
Back to top button