
વાંકાનેર ખાતે શિક્ષક સંઘ દ્વારા કેન્ડલ માર્ચ કરી જૂની પેન્શન યોજના ની રજૂઆત કરાઈ
“200 જેટલા શિક્ષકો તાલુકા પંચાયતે પોતાના હક હિત અધિકાર માટે કેન્દ્ર માર્ચ જૂની પેન્શન યોજના ની માંગ કરી”
વાંકાનેર: શિક્ષક શબ્દનું જ્ઞાન સાથે વિદ્યાર્થીઓને પરિવારિક ક્ષેત્રે સમાજહિત રાષ્ટ્રહિત જ્ઞાન પૂરું પાડી દેશનું ગૌરવ વિદ્યાર્થીઓને બનાવવામાં યોગદાન કરે છે જેથી શિક્ષકોનું સ્થાન ગુરુ તરીકે આપવામાં આવ્યું છે એ જ ગુરુ આજની કારમી મોંઘવારીમાં વર્ષોથી વિવિધ પ્રશ્નો માટે સરકારી કચેરીઓ મા પોતાના હક હિત અધિકાર માટે લડત કરી રહ્યા છે એ વિકાસ લક્ષી સરકારના રાજમાં લાલબત્તી સમન ઘટના બની છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા જૂની પેન્શન યોજના અન્વયે સમગ્ર રાજ્યમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી રહી છે ત્યારે વાંકાનેર ખાતે તારીખ 16 9 2023 ના રોજ શિક્ષક સંઘ દ્વારા કેન્ડલ માર્ચ નો પ્રકાશ પાઠની તંત્રને પોતાના હૃદયનું જલન કેન્ડલ માર્ચના દીપ પ્રગતિએથી આપી રહ્યા હોય તેમ દ્રશ્યત વાંકાનેર તાલુકા પંચાયતમાં જોવા મળ્યા છે જેમાં વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પ્રમુખ યુવરાજસિંહ વાળા ની આગેવાની સાથે 200 જેટલા શિક્ષકોએ તાલુકા પંચાયતે કેન્ડલ માર્ચ કાર્યક્રમ સાથે વિવિધ રજૂઆત કરી છે જેમાં જૂની પેન્શન યોજના અને 10% સામે 14% ફાળવવામાં આવે તેવી અપેક્ષાઓ આશાઓ સાથે વિકાસ લક્ષી શાસનકાળના ચૂંટાયેલા સદસ્યોને ફુલહારથી સન્માનિત કરી પોતાની વેદના રજુ કરી હતી જે સમગ્ર કાર્યક્રમની તસવીર માં દ્રશ્યમાન થાય છે