MORBI

સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પરિવારના નવનિયુક્ત હોદેદારોનું પરશુરામ ધામ ખાતે સન્માન કરાયું

સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પરિવારના નવનિયુક્ત હોદેદારોનું પરશુરામ ધામ ખાતે સન્માન કરાયું રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર 


પરશુરામ ધામ ટ્રસ્ટ દ્વારા પરશુરામ ધામ નવલખી રોડ ખાતે ગઈકાલે સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પરિવારના નવનિયુક્ત હોદ્દેદારોનું સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પરિવારના પ્રમુખ ચેતનાબેન જોશી, પ્રવિણાબેન, અલ્કાબેન, નિશાબેન, પ્રજ્ઞાબેન, દર્શનાબેન સહિતના હોદ્દેદારોનું સન્માન અગ્રણી મહિલાઓના હાથે કરવામાં આવ્યું હતુ. આ અવસરે પરશુરામ ધામના પ્રમુખ ભૂપતભાઈ પંડ્યા, સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી, જીલ્લા બ્રહ્મસમાજના મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ, યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રભાઇ મહેતા, પરશુરામ યુવા ગૃપના પ્રમુખ અતુલભાઈ જોષી, અગ્રણી ડો બી. કે. લહેરુ સાહેબ, રાજુભાઈ જોશી, નિલાબેન પંડિત, ગીતાબેન ત્રિવેદી, સોનલબેન મહેતા દક્ષાબેન મહેતા તેમજ બ્રહ્મ સમાજ મહિલા મંડળ ના બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ભુપતભાઈ પંડ્યાએ બહેનોને તમામ પ્રકારના સહકારની ખાત્રી આપી હતી તથા રવીન્દ્રભાઈ, અતુલભાઈ, ડો લહેરુ સાહેબ તથા નિલાબેને નવનિયુક્ત ટીમને શુભેચ્છાઓ આપી મહિલાઓના સમાજમાં યોગદાનને બિરદવ્યું હતુ. કાર્યક્રમ બાદ યોજાયેલા મહાપ્રસાદના દાતા તરીકે સોનલબેન હરેશભાઈ મહેતાએ અનુદાન આપી બહેનોને શુભકામનાઓ પાઠવી હતી.

[wptube id="1252022"]
Back to top button