BANASKANTHAGUJARATPALANPUR

શ્રી રિહેન એચ.મહેતા વિદ્યાલય, માંકડીમાં વિક્રમ સારાભાઈ ની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી

13 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

તારીખ ૧૨ઓગસ્ટના દિવસે lદાંતા તાલુકાના આદિજાતિ અને અંતરિયાળ વિસ્તારમાં આવેલી રિહેન એચ.મહેતા વિદ્યાલય, માંકડીમાં  આચાર્ય શ્રી રાકેશભાઈ પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ ભારતના મશહુર વૈજ્ઞાનિક અને ભારતનું ગૌરવ એવા ડૉ .વિક્રમ સારાભાઈની જન્મ જયંતિ નીઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી.. સૌપ્રથમ પ્રાર્થના સભામાં શાળાના મદદનીશ શિક્ષક શ્રી મહેશભાઈ ચૌધરી એ વિક્રમ સારાભાઈ ની સિદ્ધિઓ વિશે માહિતી આપી હતી.. ત્યારબાદ વિક્રમ સારાભાઈ ના જીવન દર્શન ને લગતી એક સરસ ડોક્યુમેન્ટરી ફિલ્મ બાળકોને બતાવવામાં આવી હતી. તથા વિક્રમ સારાભાઈ ને તમામ ઉપલબ્ધિઓથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.આમ શાળામાં અનોખી રીતે અને સાચા અર્થમાં વિક્રમ સારાભાઈ ની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી હતી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button