
વડનગર ખાતે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આયોજીત રક્તદાન કેમ્પ 17 માર્ચે યોજાશે
દર મહિનાના ત્રીજા શુક્રવારે વડનગર ખાતે રક્તદાન કેમ્પ થકી
રક્ત એક્ત્રીત કરવાની જિલ્લા કલેકટરની અનોખી પહેલ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા જિલ્લાની ઐતિહાસિક નગરી વડનગર ખાતે 17 માર્ચે શુક્રવારે સવારે 09-30 કલાકે પ્રથમ માળ, બ્લડ બેન્ક જનરલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વડનગર સહિત આજુબાજુના અંતરીયાળ વિસ્તારમાં રક્તની અછત દુર કરવા તંત્રએ અનોખી પહેલ કરી છે. માતા-મરણ અને બાળ મરણનુ મુખ્ય કારણ રક્તની અછત હોય છે,,આવા સમયમાં અંતરીયાળ વિસ્તારમાં સહેલાઇથી રક્ત મળી જાય તો માતા મરણ અને બાળ મરણમાં ઘટાડો થશે તે માટે વહીવટીતંત્ર દ્વારા વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી દર મહિનાના ત્રીજા શુક્રવારે વડનગર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે જિલ્લા વહીવટીતંત્ર મહેસાણા અને જી.એમ.ઇ.આર.એસ મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ વડનગર દ્વારા વડનગર ખાતે રકતદાન કેમ્પનું આયોજન થનાર છે. જેમાં ઉપસ્થિત રહી રક્તદાન અભિયાનને વેગ આપવા જિલ્લા કલેકટર એમ નાગરાજન,જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ અને જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગીએ નિમંત્રણ પાઠવેલ છે.





