GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARAWANKANER
MORBI:દિવાળી ના તહેવારના દિવસોમાં બહાર ફરવા જવાનું થાય તો મોરબી સીટી પોલીસ દ્વારા તકેદારી સૂચન જાહેર કર્યા

દિવાળી ના તહેવારના દિવસોમાં બહાર ફરવા જવાનું થાય તો મોરબી સીટી પોલીસ દ્વારા તકેદારી સૂચન જાહેર કર્યા
દિવાળીના તહેવારોના દિવસોમાં લોકો બહાર ફરવા જતા હોય છે ત્યારે મોરબી સીટી પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે મહત્વના સૂચનો જાહેર કરી લોકોને તે બાબતોથી સતર્ક રહેવા આગ્રહ કર્યો છે

મોરબી પોલીસના જણાવ્યા પ્રમાણે તહેવારમાં બહાર ફરવા જતી વખતે ઘર વ્યવસ્થિત લોક કરીને જવું, ઘરમાં દાગીના કે કોઈ કિંમતી ચીજવસ્તુઓ રાખવી નહીં, કિંમતી વસ્તુઓ સુરક્ષિત જગ્યાએ લોકરમાં રાખવી, ઘરના સીસીટીવી કેમેરા ચાલે છે કે નહીં તેની ચકાસણી કરી લેવી અને વધુ સમય સુધી બહાર જવાના હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં અવશ્ય જાણ કરી દેવા જણાવાયું છે. કોઈપણ અનિચ્છનિય બનાવ બને તો પોલીસ ટોલ ફ્રી નં- 100, 112 કે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ફોન નં- 02822-230188 પર સંપર્ક કરવા જણાવાયું છે.
[wptube id="1252022"]








