GUJARATMALIYA (Miyana)MORBI

સ્મશાનના ખાટલાની ચોરી કરવા આવેલા લુખ્ખા તત્વોએ સ્મશાનમાં તાંડવ મચાવી કરી તોડફોડ

સ્મશાનના ખાટલાની ચોરી કરવા આવેલા લુખ્ખા તત્વોએ સ્મશાનમાં તાંડવ મચાવી કરી તોડફોડ

માળીયામિંયાણાના ખાખરેચી ગામે સ્મશાનના લોખંડના ખાટલાને આવારા લુખ્ખા તત્વોએ તોડી નાખતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો

ખાખરેચી ગ્રામ પંચાયત દ્વારા માળીયા પોલીસ મથકે લેખીત અરજી આપી લુખ્ખા તત્વો ચોરટાઓને કાયદાના પાઠ ભણાવવા કડક કાર્યવાહીની માંગ કરાઈ

માળીયામિંયાણાના ખાખરેચી ગામે રોડ ટચ નવ નાલા પાસે આવેલા સ્મશાનમાં ગતરાત્રીના કોઈ અજાણ્યા આવારા લુખ્ખા તત્વોએ ચોરીના ઈરાદે લોખંડના ઘણ હથોડા લઈને સ્મશાન ભુમિ અંદર તાંડવ મચાવીને સ્મશાનમાં અગ્નિદાહ આપવાના લોખંડના ખાટલા તોડી તોડફોડ કરતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ખાખરેચી નવ નાલા પાસે આવેલા સ્મશાનમાં શબને હિંન્દુ રીતરિવાજો મુજબ અગ્નિદાહ આપવામાં આવે છે જ્યાં વર્ષોથી એક ખાટલો હોય તાજેતરમાં બે નવા ખાટલા મુકી ડાઘુઓને ચોમાસામાં ગારા કીચડમાં ન જવું પડે જેથી આરસીસી તળીયુ બનાવી સ્મશાન અંદર સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી પરંતુ લુખ્ખા આવારા તત્વો હોય કે ચોર સ્મશાનને પણ ન છોડી સ્મશાનને નિશાન બનાવતા સ્મશાન અંદર ત્રણમાંથી એક ખાટલાને તોડી વેરવિખેર કરી નાખતા વહેલી સવારે આ બનાવ ગ્રામજનોની નજરે પડતા મોટી સંખ્યામાં ગ્રામજનો દોડી ગયા હતા અને ઘટનાસ્થળેથી લોખંડના ખાટલાને તોડવા માટે હથોડા પાના પકડ વગેરે હથિયારો મળી આવ્યા હતા આમ ગ્રામજનોએ આ કૃત્યને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી ગ્રામજનોની લાગણીને ઠેસ પહોંચાડી પડકાર ફેંકનાર અસામાજિક લુખ્ખા તત્ત્વો હોય કે ચોરી કરવા આવેલા ચોર હોય પકડીને કાયદાના કડક પાઠ ભણાવવા માળીયા પોલીસ મથકે ખાખરેચી ગ્રામ પંચાયત દ્વારા લેખીત અરજી કરીને પંચાયત કચેરી અને ગ્રામજનો દ્વારા આવા લુખ્ખાઓ હોય કે ચોરટાઓ તાત્કાલિક ઝડપીને કાયદેસરની કાયદાકીય કાર્યવાહી કરવા માંગ ઉઠી છે અત્રે ઉલ્લેખનીય છે કે લુખ્ખા તત્વોના આ કૃત્યથી સમગ્ર ગામમાં રોષ ભભૂકી ઉઠ્યો છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button