
સમસ્ત બ્રહ્મસમાજ મોરબીના બંને ટીમના હોદેદારો પરશુરામધામ ખાતે થયા એકરુપ રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી

થોડા સમય પહેલા સમસ્ત બ્રહ્મસમાજ મોરબીના પ્રમુખ મહામંત્રી સહિતના બે જુથે અલગ અલગ ઘોષણા કરી હતી. ત્યારબાદ સમાજના લોકોની લાગણી અને સલાહને અનુસરીને તથા અનિલભાઈ મહેતા તથા અન્ય આગેવાનોના સક્રિય પ્રયાસોથી પહેલા ગઈકાલે બંને પ્રમુખો અને આજે બંને ટીમની સંયુકત બેઠક પરશુરામ ધામ ખાતે મળી હતી જેમાં નક્કી કર્યા મુજબ પ્રમુખ તરીકે રવીન્દ્રભાઈ ત્રિવેદી તથા અધ્યક્ષ તરીકે પ્રશાંતભાઈ મહેતાનું નામ સર્વ સંમતિથી નક્કી કરવામાં આવ્યું હતું તથા મહામંત્રી તરીકે મીલેશભાઈ જોશી, કમલભાઈ દવે, અમુલભાઈ જોશી, કેયુરભાઈ પંડ્યા તથા ઉપપ્રમુખ સહિતના તમામ અગાઉ નક્કી કરી જાહેર કરલા લોકોને તે જ પદ પર ચાલુ રાખવા સહમતિ બની હતી.

આ અવસરે પરશુરામ ધામના પ્રમુખ ભૂપતભાઈ પંડ્યા, યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રભાઇ મહેતા, પરશુરામ યુવા ગૃપના પ્રમુખ અતુલભાઈ જોષી, સમસ્ત બ્રહ્મસમાજ મોરબી જીલ્લાના મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ અને નિરજભાઈ ભટ્ટ, પુર્વ પ્રમુખ ડો લહેરુ તથા કિશોરભાઈ શુક્લ સહિતના આગેવાનોએ આ જાહેરાતને વધાવી હતી.








