GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

MORBI:મોરબીના ખાનપર ગામે ખડકાયેલ ગેરકાયદેસર દબાણ પર તંત્રનું જેસીબી ફર્યું

MORBI:મોરબીના ખાનપર ગામે ખડકાયેલ ગેરકાયદેસર દબાણ પર તંત્રનું જેસીબી ફર્યું

મોરબીના ખાનાપરના કેટલાક લોકો દ્વારા રસ્તા પર અડચણ રૂપ બાંધકામ કરી દબાણ કર્યું હોવાની ફરીયાદ આધારે આજે જિલ્લા વિકાસ અધિકારીની સૂચનાના આધારે ગામમાં ખડકાયેલા દબાણ પર જેસીબી ફેરવી દબાણ દૂર કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં અવાર નવાર સરકારી જગ્યા અને ખરાબામાં બાંઘકામ કામ કરી અવાર નવાર દબાણ સર્જાતા હોય છે. ત્યારે આવા જ એક દબાણ પર તંત્રનું જેસીબી ફર્યું હતું.

મોરબી તાલુકાના ખાનપર ગામમાં કેટલાક લોકો દ્વારા રસ્તાને અડચણ રૂપ થાય એ રીતે દબાણ ખડકાયું હોવાની ફરીયાદો ઉઠી હતી આગાઉ ગ્રામ પંચાયતે દબાણ દૂર કરવા સૂચના આપી હોવાં છતાં દબાણ દૂર ન થતાં આજે જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ દબાણ દુર કરાવવાની આગવી શૈલીથી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એ.એમ. છાસીયા, વિસ્તરણ અધિકારીશ સી.એમ. ભોરણીયા, તલાટી કમ મંત્રી ખાનપર જયેશભાઇ નકુમની ટીમ દ્વારા પોલીસ પ્રોટેક્શન હેઠળ ખાનપર ગામે અમુક આસામીઓ દ્વારા કરેલ દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. જે કાર્યવાહીમા પોપટભાઇ ભલાભાઇ પરમાર દ્વારા જાહેર રસ્તા પર શૌચાલય, ઓધવજીભાઇ જાકાસણિયા દ્વારા સિમેન્ટનો ઢારિયો તેમજ દિનેશભાઇ જાકાસણિયા દ્વારા પશુદવાખાના વાળી શેરીમા એક રુમ જેટલુ બાંધકામ કરી કરેલ દબાણ દુર કરવા અગાઉ ગ્રામ પંચાયત દ્વારા તમામ આસામીઓને ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ મુજબ આખરી નોટિસ આપવામા આવેલ તેમ છતાં દબાણો દુર કરેલ ન હોય આજે જિલ્લા પંચાયત દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button