MORBI:.દેશના વિકાસમાં મોરબીના સીરામીક ઉદ્યોગનું છે મહત્વનું યોગદાન” -રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

“દેશના વિકાસમાં મોરબીના સીરામીક ઉદ્યોગનું છે મહત્વનું યોગદાન”-રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
મોરબીની વરમોરા ગ્રેનીટો ફેક્ટરીની મુલાકાત લેતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ મોરબીની વરમોરા ગ્રેનીટો ફેક્ટરીની મુલાકાત લઈ ફેક્ટરીના ઉત્પાદનો તથા બનાવટ અંગેની તલસ્પર્શી વિગતો મેળવી હતી. સાથે સાથે મોરબીના સીરામીક ઉદ્યોગે ભરેલી વિકાસની હરણફાળની તેઓએ પ્રસંશા કરી હતી. તેમજ આ ઉદ્યોગનાં વિવિધ પાસાઓની જાણકારી મેળવી હતી. ગુજરાત તથા દેશના વિકાસમાં આ ઉદ્યોગનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે તેમ તેઓએ જણાવ્યું હતું.

રાજ્યપાલશ્રી સાથે આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા, શ્રી કાંતિભાઈ અમૃતિયા, કલેક્ટર શ્રી જી.ટી.પંડ્યા, એસ.પી. ડૉ. ગીરીશ પંડ્યા, શ્રી ભરતભાઈ વરમોરા, શ્રી પ્રમોદભાઈ વરમોરા, શ્રી ચમનભાઈ દેત્રોજા, શ્રી અશોકભાઈ પટેલ વગેરે જોડાયા હતા અને રાજ્યપાલશ્રીને ફેક્ટરીની કાર્યપ્રણાલી તથા ઉત્પાદન સહિતની બાબતોથી અવગત કરાવ્યાં હતા.








