
માનવતાની મહેક જગાવતો કિસ્સો

ટંકારા ગામે આજ રોજ બપોરના સુમારે ટંકારાના ખેડુત જયંતીલાલ પ્રભુભાઈ ખોખાણી નું મેઈન બજારમાં પૈસા અને અગત્યના કાગળો, પાનકાર્ડ, આધાર કાર્ડ, એટીએમ, પીયુસી, આર સી બુક, દવા વગેરે ભરેલું પાકીટ પડી ગયેલ હોય જે પાકીટ મજુર વર્ગની વ્યક્તિ અને એક હાથે અપાહીજ પણ ઈમાનદાર અને પ્રામાણિકતા થી છલકાતા એવા જગદીશભાઈ જાદવ ને મળી આવેલ અને તે પાકીટ લઈને ટંકારા ગ્રામ પંચાયત કચેરીમાં આવી સલીમભાઈ પટાવાળા ને સુપ્રત કરી પાકીટ ના માલિકને ફોન કરી રૂબરૂ બોલાવી ગ્રામ પંચાયત કચેરીના પ્રાંગણમાં હાથોહાથ આપી મનાવતા વાદી ઉમદા કાર્ય કર્યું હતું. જેની લોકો દ્વારા પ્રશંસા કરવામા આવી રહી છે.
[wptube id="1252022"]








