JETPURRAJKOT

રાજકોટમાં અભયમ્ ટીમ દ્વારા મહિલા કર્મચારીઓ માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

તા.૨૭ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત કાર્યરત ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇન મહિલા સાથે થતી શારીરિક, માનસિક, જાતીય હિંસા સામે સુરક્ષા તો પૂરી પાડે જ છે. તેની સાથે મહિલાઓના કલ્યાણલક્ષી કાર્યક્રમો અને યોજનાઓ તેમના સુધી પહોંચાડવામાં પણ અગ્રેસર રહે છે. રાજકોટ જિલ્લામાં કાર્યરત અભયમ્ ટીમ દ્વારા સેમિનારનું આયોજન, પત્રિકાઓનું વિતરણ જેવી પ્રવૃત્તિઓ થકી મહિલાઓમાં સરકારી યોજનાઓ અંગે જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવે છે.

રાજકોટ શહેરના આજી ડેમ પોલીસ સ્ટેશનની ૧૮૧ અભયમ્ ટીમ દ્વારા બાલાજી વેફર્સની ફેક્ટરી ખાતે કાર્યરત મહિલા કર્મચારીઓ માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કાઉન્સેલરશ્રી શિવાનીબેન પરમારે ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇનની તમામ કામગીરી તથા એપ્લીકેશનના ઉપયોગ અંગે માહિતી આપી હતી. શહેરમાં સ્થિત સખી વન સ્ટોપ સેન્ટર, નારી સંરક્ષણ ગૃહ, ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ જેવા આશ્રય સ્થાનોની જાણકારી તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા મહિલાલક્ષી કાયદા અંગે સમજ આપી હતી. આ તકે કોન્સ્ટેબલશ્રી ડિમ્પલબેન જોશી ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button