
સમગ્ર ગુજરાતની અંદર સૌથી વધુ સરકાર અને ટેક્સ આપતું શહેર હોય તો મોરબી ઉદ્યોગ ની દ્રષ્ટિએ મોરબી ટોપ ઉપર આવી રહ્યું છે ત્યારે જનતા ને મળતી સુવિધાઓમાં છેલ્લા નંબર આવી રહ્યું છે મોરબીમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી, ઉભરાતી ગટરો, મુખ્ય માર્ગો ઉપર ખાડાઓ, શેરીઓમાં ભરાતું વરસાદી પાણી તેમજ શહેરના મુખ્ય માર્ગો પર પશુઓના રસ્તા રોકો આંદોલનથી પ્રજા ત્રાહીમામ થઈ ચૂકી છે ત્યારે મોરબી ને સ્વચ્છ કરવાનું કામ ખરેખર કોઈ અધિકારી કે નેતાના ગજા બારનું લાગી રહ્યું છે મોરબી ની અંદર જ્યાં જુઓ ત્યાં ઉકરડાઓ આપને જોવા મળે છે જેનું કારણ અમુક લોકો મોરબી જનતાની બેદરકારી જણાવી રહ્યા છે જ્યારે ખરેખર આ ઉલટું છે ઓલી કહેવત છે ને કે ઉકેડો હોય ત્યાં કચરો બધા ફેકે તો મૂળ વાત એ છે ઉકરડાઓ બનાવે છે કોણ ??? આ બાબતે તપાસ કરતા માલુમ પડેલ છે કે મોરબી શહેરની અંદર 50 થી લઈને 80 સુધીના ઉકરડાઓ મોરબી નગરપાલિકાના કર્મચારીઓ જ બનાવી રહ્યા છે તેનું કારણ એક એ પણ હોઈ શકે કે જો ઉકરડાઓ હશે તો ટ્રેક્ટર, jcb, ડીઝલ તેમજ રોજમદાર મજૂર સહિતના વાઉચર બિલો દ્વારા પેટનો ખાડો પૂરી શકાશે એકંદરે એવું લાગી રહ્યું છે કે ઉકેડાઓ એક ભ્રષ્ટાચાર નું મૂળ છે અને તંત્રને આ દૂર કરવામાં કોઈ રસ નથી અનેક કલેકટરો આવી ગયા, અનેક આરોગ્ય અધિકારી આવી ગયા અને અનેક પ્રદૂષણ વિભાગના અધિકારીઓ આવી ગયા તેમ છતાં ઓલી કહેવત મુજબ કે તંત્ર બહેરુ હોય છે પણ ખરેખર આજે એવું લાગી રહ્યું છે કે તંત્ર બહેરા સાથે આંધળું અને મૂંગુ પણ છે.






