JODIYA:જોડીયા તાલુકાના જામ દુધઇ ગામ દ્વારા ચૂંટણી નો બહિષ્કાર કરવામાં આવ્યો.

Jamnagar: જામ દુધઇ ગ્રામજનોએ ચુંટણીનો કર્યો બહિષ્કાર: નેતાઓએ ગામમાં પ્રવેશ કરવો નહિ પોસ્ટર લાગ્યા
(અહેવાલ: જયેશ બોખાણી)જામનગર જિલ્લાના જોડીયા તાલુકા જામ દૂધઇ ગામે ગ્રામજનો દ્વારા ચુંટણીનો બહિષ્કાર કરવામા આવ્યો છે. ગ્રામજનો દ્વારા આગામી તમામ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેમજ ચુંટણીના પ્રચાર માટે કોઈ પણ પક્ષના નેતાઓએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવું ગામના મુખ્ય દ્રાર પર પોસ્ટર લગાવવામાં આવ્યું છે.
અંદાજિત 2000ની વસ્તી ધરાવતું જામ દુધઇ ગામની વિવિધ રજૂઆતો અને વિકાસલક્ષી કામો ન થયા હોવાનું સામે આવ્યું છે. ગામમાં પાણીનો યોગ્ય નિકાલ, સ્ટ્રીટ લાઇટ, રોડ-રસ્તા, ગટર, પીવાના પાણીની સુવિધા, સાથે સાથે નવા બનેલા નેશનલ હાઇવેના કામમાં ગામની મિલકતનું યોગ્ય વળતર મળેલ નથી. ખેડૂતો માટે બનાવેલ 8 વર્ષ જુની કેનાલમાં પાણી આપેલ નથી. આ અંગે અનેક રજૂઆતો કરાઈ હોવા છતા કોઈ પરિણામ ન આવતા ગ્રામજનોએ આગામી ચુંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. અને જ્યાં સુધી પાયાના પ્રશ્નોનું નિરાકરણ ના આવે ત્યાં સુધી ગામના કોઈપણ વ્યકિત મત આપવા નહીં જાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.