GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના જિલ્લા વિકાસ અધિકારીએ માધાપરવાડી શાળામાં CET પરીક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા

MORBI:મોરબીના જિલ્લા વિકાસ અધિકારીએ માધાપરવાડી શાળામાં CET પરીક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા

મોરબીના જિલ્લા વિકાસ અધિકારીએ વિદ્યાર્થીઓને હોલ ટીકીટ અર્પણ કરી સ્પર્ધાત્મક પરીક્ષા માટે પ્રોત્સાહિત કર્યા

મોરબીના જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ શિક્ષણમાં ખુબજ રસ ધરાવે છે, આગામી 30 મી માર્ચ રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ધો.5 અને 8 ના બાળકો માટે કોમન એન્ટ્રર્સ ટેસ્ટ CET ની પરીક્ષા લેવાનાર હોય છેલ્લા દોઢેક માસથી શિક્ષકો દ્વારા કસોટીઓ તૈયાર કરી મોરબી જિલ્લાની તમામ શાળાઓમાં કસોટીઓ લેવામાં આવે છે.દર રવિવારે પણ જુદા જુદા સેન્ટર પર સીઆરસી પર તજજ્ઞ શિક્ષકો બાળકોને પૂર્વ તૈયારીઓ કરાવે છે,જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ અવારનવાર શાળાઓની CET વર્ગોની મુલાકાત લઈ શિક્ષકો અને વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન પુરા પાડે છે

.ત્યારે આજે માધાપરવાડી કુમાર કન્યા શાળાની મુલાકાત લઈ વર્ગોમાં ચાલતાં શિક્ષણકાર્યનું કમ્પ્યુટર લેબ,સાયન્સ લેબનું નિરીક્ષણ કર્યું, તેમજ અત્યાર સુધી કુલ 10 ટેસ્ટ લેવાયેલ છે.જેમાં ધો.5-A માં પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરનાર આશા ચુનીલાલ પરમાર અંકિતા મનસુખભાઇ ડાભી,કૃપાલી દિલીપભાઈ પરમાર,5-B પૂજા કાંતિલાલ પરમાર,મિરલ રમેશભાઈ ચાવડા,શીતલ રમેશભાઈ ચાવડા,ધો.8-A જાનવી હિતેશભાઈ ભટ્ટ,દીક્ષિતા ભરતભાઈ ખંઢેરિયા, હેતવી ઈશ્વરભાઈ કંજારીયા,ધો.8-B માં શિલ્પા હરિલાલ પરમાર,રાજલ મનસુખભાઈ ડાભી,પ્રશંમ ગીરીશભાઈ નકુમ, કુમાર શાળાના ધો.5 માં રોહિત નાગજીભાઈ વાઘેલા, રાહુલ મનસુખભાઈ પરમાર, શ્રવણ મણિલાલ હડિયલ,ધો.8 માં હિરેન જયેશભાઇ પરમાર,અંકિત ધનજીભાઈ કંજારીયા, દિપકભાઈ માવજીભાઈ કંજારીયા વગેરે પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનારને ડીડીઓના વરદ હસ્તે શૈક્ષણિક કીટ અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા અને હોલ ટીકીટ અર્પણ કરી કોમન એંટર્સ ટેસ્ટમાં સર્વોત્તમ દેખાવ કરી મેરિટમાં સ્થાન પ્રાપ્ત કરી મોરબી જિલ્લાનું ગૌરવ વધારો ભવિષ્યમાં બાળકો સરકારના ઉચ્ચ પદો પ્રાપ્ત કરો એવી શુભેચ્છાઓ પાઠવી મોટિવેશન પૂરું પાડ્યું હતું.આ તકે ડી.આર.ગરચર નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ઉપસ્થિત રહ્યા હતા,સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા તુષારભાઈ બોપલીયા આચાર્ય કુમાર શાળા અને દિનેશભાઈ વડસોલા આચાર્ય કન્યા શાળા તેમજ બંને શાળાના સ્ટાફે ખુબજ જહેમત ઉઠાવી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button