
MORBI:મોરબી નાફેડ દ્વારા બજાર ભાવે 25000 ટન તુવેરની ખરીદી કરાશે.
(હષૅદરાય કંસારા ટંકારા)
ટંકારા: ભારત સરકાર દ્વારા દેશના ખેડૂતો પાસેથી બજાર ભાવે તુવેર ખરીદવા માટે નાફેડને આદેશ જાહેર કરવામાં આવ્યો છે .અમલમાં મુકવામાં આવનારી યોજનાનું નામ ભારત દાળ ઉત્પાદન સ્વાવલંબન અભિયાન છે. જે દેશમાં તુવેર જેવા કઠોળની ખેતીને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોને તેમની પેદાશ માટે વળતર યુક્ત ભાવ આપવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના એવા રાજ્યમાં લાગુ કરવામાં આવી છે જ્યાં ખેતી હેઠળનો મોટો વિસ્તાર છે .ગુજરાતને રાજ્યને સ્વીકારવામાં આવ્યુ છે .

તુવેરની ખરીદી ગુજરાતમાં કૃષિ સહકારી માળખા હેઠળ દ્વારા રાજ્યની માર્કેટિંગ યાર્ડ દ્વારા કરવામાં આવશે. આ યોજનાની મુખ્ય વિશેષતા એ છે કે બજારમાં પ્રવર્તતી તુવેરની કિંમતોના આધારે ખરીદી કરવામાં આવશે આમ ગુજરાતના ખેડૂતો તેમની ઉપજના શ્રેષ્ઠ વળતરલક્ષી ભાવ મેળવી શકશે અને રાજ્યના તુવેરની ખેતી વધારવા પ્રેરિત થશે.આ ખરીદી રાજ્યના પૂર્વ નોંધણી કરાયેલ ખેડૂતો પાસેથી કરવામાં આવશે. આ હેતુ માટે સમર્પિત ઇલેક્ટ્રોનિક પોર્ટલ વિકસાવવામાં આવશે. ખેડૂતોને ચુકવણી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (OB T) દ્વારા સીધા તેમના આધાર સાથે જોડાયેલા બેંક ખાતામાં કરવામાં આવશે. આ યોજનામાં 25,000 મેટ્રિક ટન તુવેરની ખરીદીની કરવામાં આવશે અને આ યોજના માટે નાફેડ દ્વારા એક લાખ ખેડૂતોની નોંધણી નું આયોજન કરાયેલ છે. એમ નાફેડ ના અઘિકારી એ જણાવેલ છે.








