
ટંકારામાં વિકાસનું માવઠું થતા ખાડામાં ખટારો!!!

આરીફ દિવાન મોરબી: કોંગ્રેસ માટે કર્ણાટકમાં અચ્છે દિનની આસાની કિરણો પ્રકાશમાં આવી છે જેથી ગુજરાતમાં લોકસભા 2024 ચૂંટણી અંતર્ગત કોંગ્રેસ કાર્યકરો ગુજરાતમાં ભાજપ શાસનકાળ સામે વિકાસ લક્ષી કાર્ય અંતર્ગત રાવ રજૂઆત કરી દેખાવ પ્રદર્શન કરવા લાગી છે ત્યારે ગુજરાતના 33 જિલ્લા 248 તાલુકા 18000 જેટલા ગ્રામ્ય વિસ્તારમાં ભાજપ ના કાર્યકરોને સક્રિય કરવામાં લાગી છે પરંતુ વિકાસના માવઠામાં મોરબી જિલ્લાના ટંકારામાં રાજકોટ અને કચ્છ તરફ ના વાયા મોરબી થઈને જતો માર્ગ એવા નેશનલ હાઇવે ના સર્વિસ રોડ જે વાહનોથી રાત દિવસ સતત ધમધમતા હોય ત્યાં જોખમી ખાડા વાહન ચાલકો માટે રાહદારો માટે જોખમી બન્યા છે જેમાં ખાડામાં છાશવારે વાહનો અટકતા હોય જેથી વિકાસ ના માવઠા નો અનુભવ વાહન ચાલકો કરી રહ્યા હોય તેમ ટંકારા ના સર્વિસ રોડમાં મુખ્ય માર્ગમાં ખાડામાં ખટારો હોય તેવું દ્રશ્ય તસવીરમાં પ્રજાના પ્રતિ નિધિ માટે લાલબત્તી સમાન અને વિકાસની વાતો કરનાર શાસન પક્ષના નેતાઓ માટે ચિંતક બન્યું છે









