MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીની જૂની આરટીઓ કચેરી પાસે મચ્છુ નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો
MORBI:મોરબીની જૂની આરટીઓ કચેરી પાસે મચ્છુ નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો
મોરબીની જૂની આરટીઓ કચેરી પાસે આવેલ મચ્છુ નદીમાંથી મોરબી ફાયર વિભાગ દ્વારા અજાણ્યા પુરૂષના મૃતદેહને બહાર કાઢી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

મોરબી ફાયર વિભાગની યાદીમાં જણાવ્યા અનુસાર ગઈકાલે રાત્રીના મોરબીમાં જૂની આરટીઓ કચેરી પાસે મચ્છુ નદીમાં કોઈ વ્યક્તિનો મૃતદેહ પાણીમાં તરતી હાલતમાં જોવામાં આવ્યાની ફાયર વિભાગમાં કોલ આવતા, મોરબી ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી અજાણ્યા પુરૂષના મૃતદેહને નદીના પાણીમાંથી કાઢવામાં આવ્યો હતો. ત્યારે અજાણ્યા પુરૂષની ઓળખ તેમજ ક્યાં કારણોસર નદીના પાણીમાં ડૂબી જઈ મોત નીપજ્યું જે તમામ કારણ જાણવા હાલ મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલો આપવામાં આવેલ હતો.
[wptube id="1252022"]








