
મોરબી:કાયદો વ્યવસ્થાની પસ્થિતિને લઈને કાલે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપશે
મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના જણાવ્યા પ્રમાણે મોરબી શહેર અને જિલ્લામાં પોલીસ તંત્રની કોઈ હાજરી ન હોય તેમ આવારા અને લુખ્ખા તત્વોએ જિલ્લાભરમાં આતંક મચાવ્યો છે. ધોળા દિવસે લૂંટફાટ, મારામારી, હુમલો જેવા બનાવો બની રહ્યા છે અને આવારા તત્વોના ડરથી ફરિયાદ પણ દાખલ કરવામાં આવતી નથી. ત્યારે સામાન્ય લોકોમાં એક પ્રકારે ભય ઉભો થયો છે.

તેથી આવતીકાલે 15 જુલાઈ ને શનિવારના રોજ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોરબી એસ.પી. ડીઆઇજી અને ગૃહ મંત્રીને આવેદન પત્ર પાઠવવામાં આવશે. તો આવતીકાલે સવારે 11 વાગ્યે મોરબી એસ.પી. કચેરીએ જવાનું હોય મોરબીના નાગરિકો, સામાજિક સંસ્થાઓના આગેવાન, કોંગ્રેસના તમામ આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોને એસ.પી. કચેરીએ હાજર રહેવા અપીલ કરવામાં આવી છે.

[wptube id="1252022"]








