અજાણ્યા પુરૂષની લાશ મળી આવી વાલીવારસએ પોલીસનો સંપર્ક કરવો

હળવદ પો.સ્ટે અ.મોત નં-૦૭/૨૦૨૩ સી.આર.પી.સી કલમ-૧૭૪ મુજબના કામે મરણ જનાર એક અજાણ્યો પુરૂષ ઉ.વ. આશરે ૨૫ થી ૩૦ તા-૧૯/૦૨/૨૦૨૩ના કલાક-૧૭/૫૭ વાગ્યે થણાથી પશ્ચિમે ૫ કી.મી. દુર કંસારી હનુમાનજીના મંદીર પાસે, નર્મદા કેનાલના નાળા સાઇફમાં આશરે ત્રણ ચાર દિવસ પહેલા નર્મદા કેનાલના પાણીમાં ડુબી જવાને કારણે મરણ ગયેલ હાલતમાં ફુલી ગયેલી લાશ મળી આવેલ જે આશરે મધ્યમ બાંધો આશરે ૫ ફુટ ઉંચાઇ ચહેરો ફુલી ગયેલ છે, માથાના વાળ કાળા ટુંકા છે શરીરે કથ્થઇ કલરનું જેકેટ તથા કાળા કલરનો શર્ટ તથા આસમાની તથા લાલ પટ્ટા વાળુ ટીશર્ટ તથા સફેદ કલરનું પેન્ટ પહેરેલ છે આ મરણ જનાર અજાણ્યા પુરુષ નર્મદા કેનાલના પાણીમાં ડુબી જવાના કારણે મરણ ગયેલ હોય આ અજાણ્યા પુરૂષની લાશ કોની છે તેની હજુ સુધી ઓળખ થયેલ ન હોય જેથી મરણ જનારના લાશની ઓળખ કરવા તેઓના વાલીવારસ કે કોઈ જાણતું હોય તો હળવદ પો.સ્ટ.ના ઇ-મેઇલ નં. Polstn-hal-mor@gujarat.gov.in પર અથવા હળવદ પો.સ્ટે. ટેલીફોન નં-૦૨૭૫૮ ૨૬૧૨૫૧ ઉપર સંપર્ક કરવા હળવદ પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ્પેકટરની યાદીમાં જણાવાયું છે.








