
MORBI:મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણ પૈકી બેના મૃતદેહ મળ્યા
મોરબીના મચ્છુ 2 ડેમમાંથી પાણી છોડાતા સાદુળકા પાસેનો મચ્છુ ખોલાયા હતા ત્યારે ગઈકાલે સાદુળકા પાસેના ડેમના નીચાણવાળા વિસ્તારમાં નદીમાં નાહવા ગયેલા ૨ સહીત અને એક યુવાન ડૂબ્યા હોવાની માહિતી મળતા ફાયર ટીમ દોડી ગઈ છે અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવતા બે તરુણોના આજે વહેલી સવારે મૃતદેહ મળી આવ્યા

તો પરમાર ચિરાગ તેજાભાઇ (20 વર્ષ), ભંખોડિયા ધર્મેશ ભુપેન્દ્રભાઈ (16 વર્ષ) અને ભંખોડિયા ગૌરવ કિશોરભાઈ (17 વર્ષ) એમ એક યુવાન અને બે સગીર પાણીમાં ડૂબ્યા હતા જેમાં બંને ફાયરની ટીમની શોધખોળ દરમિયાન આજે વહેલી સવારે ભંખોડીયા ગૌરવ કિશોરભાઈ (ઉ.૧૭) નો ચિરાગ તેજાભાઈ પરમાર નો મૃતદેહ મળી આવતા પરિવારમાં આંક્રંદ જોવા મળ્યું હતું.તેમજ મોરબી, રાજકોટ ફાયરની ટીમ ઉપરાંત રેસ્ક્યુ કામગીરીને વધુ તેજ બનાવવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ મોરબી પહોચી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે. અન્ય એક વ્યક્તિની હાલ શોધખોળ ચાલુ છે








