
હળવદ શહેરમાં વહેલી સવારે આવેલા વાવાઝોડા થી હોટલના બોર્ડના છાપરા ઉડયા

સમગ્ર રાજ્યમાં વાવાઝોડાની આગાહીના પગલે અનેક વિસ્તારોમાં અનેક શહેરોમાં વાવાઝોડાની થોડા અંશે અસર જોવા મળી રહી છે અનેક વિસ્તારોમાં પવનના સુસવાટા સાથે પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે આજે હળવદ શહેરના અનેક વિસ્તારોમાં વહેલી સવારે પવનની તેજ હવા સાથે જોર વધ્યું હતું ત્યારે આ વાવાઝોડા ને પગલે હાઇવે પર આવેલ વિશામો હોટલના બોર્ડના પતરા ઉડ્યા હતા. તેમજ અનેક વિસ્તારોમાં પણ પતરા ઉડવાના અહેવાલો સામે આવી રહ્યા છે

તેજ પવન આવતા ની સાથે જ હળવદ શહેરી વિસ્તારમાં વીજ ધાંધિયા સામે આવ્યા હતા

[wptube id="1252022"]








