MEHSANAVIJAPUR

વિજાપુર ભુમાફિયા બન્યા બે ખોફ મામલતદાર કચેરી નજીક પસાર થતો ગેરકાયદેસર રેતી ભરેલું ટ્રેક્ટર ઝડપાયું

વિજાપુર ભુમાફિયા બન્યા બે ખોફ મામલતદાર કચેરી નજીક પસાર થતો ગેરકાયદેસર રેતી ભરેલું ટ્રેક્ટર ઝડપાયું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર મામલતદાર કચેરી નજીકથી બે ખોફ ગેરકાયદેસર રેતી ભરીને જતુ ટ્રેક્ટર ને મામલતદાર ની ટીમે ઝડપી લઈ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી રેતી ભરેલુ ટ્રેક્ટર ટ્રોલી સાથે ખાણ ખનીજ ને જાણ કરી વધુ કાર્યવાહી કરવા શોપણી કરી હતી સાદી રેતી ભરેલું ટ્રેક્ટર કોઈ પણ જાતની પાસ કે પરમીટ વગર જતા ટ્રેક્ટર ની જાણ મામલતદાર વિભાગ ને થતા ટ્રેક્ટર ને રોકી પૂછપરછ કરતા કોઈ પણ જાતનું પાસ પરમીટ કે બીલિંગ નહીં જણાઈ આવતા ટ્રેક્ટર ટ્રોલી સાથે માલ જપ્ત કર્યો હતો આ ની જાણ ભૂસ્તર વિભાગ ને કરવામાં આવતા ટીમ આવી પોહચી હતી અને ટ્રેક્ટર ટ્રોલી તેમજ રેતી સહિત રૂપિયા 4 લાખ 20 હજાર ની માલમત્તા જપ્ત કરી કાયદેસર ની કાર્યવાહી કરી હતી જોકે ગેરકાયદેસર રીતે રેતી ખનન કેસમાં દંડત્મક કાર્યવાહી કરી છોડી મુકવામાં આવતા હોવાથી ભૂમિયા બે રોકટોક રેતી ચોરી કરતા હોવાનું લોકો માં ચર્ચાય છે

[wptube id="1252022"]
Back to top button