GUJARATMORBIMORBI CITY / TALUKO

TANKARA:ટંકારા તાલુકા ભાજપ માં ભંગાણ અને કોગ્રેસ માં વિધિવત પ્રવેશ

ટંકારા તાલુકા ભાજપ માં ભંગાણ અને કોગ્રેસ માં વિધિવત પ્રવેશ

ટંકારા તાલુકા ના વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલ ક્ષત્રિય આગેવાનો આજ રોજ સરદાર વલ્લભ ભાઈ ની જન્મ જયંતિ અને પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પુણ્યતિથિ ના દિવસે ભાજપ છોડી કોગ્રેસ પક્ષ ની વિચાર ઘારા માં સામેલ થતાં ઝાલા મયુરસિહ પ્રવિણસિંહ અને શ્રીપાલ સિંહ કેશુભા સહકાર્યકરો અને મિત્ર વર્તુળ સાથે આજરોજ કોંગ્રેસ પક્ષમાં જોડાતા તેમને કોંગ્રેસ પક્ષના ટંકારા તાલુકા પ્રમુખ જીતુભાઈ ગોસરા તેમજ મોરબી જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા ભુપતભાઈ ગોધાણી તેમજ મોરબી તાલુકા કોંગ્રેસ ના પ્રમુખ કે ડી પડસુંબીયા, મોરબી જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ બળવંતભાઈ વોરા , પ્રોફેસર એલ એમ કણજારિયા સાહેબ, ટંકારા કોંગ્રેસ મહામંત્રી દુષ્યંત ભૂત, કોંગ્રેસ યુવા આગેવાન ફિરોજભાઈ, મોરબી જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામી, મોરબી તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા મુળુભાઈ કુંભારવાડીયા, તાલુકા પંચાયત સદસ્ય રજનીશ સિરવી એ કોંગ્રેસમાં પ્રવેશ આપી ખેસ પહેરાવી તેમને આવકાર સાથે અભિનંદન પાઠવેલા તેમજ ઝાલા મયુરસિંહ ને ટંકારા તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે નિમણૂક આપવામાં આવેલ તેમની સાથે શ્રીપાલસિંહ ઝાલા ને ટંકારા તાલુકા કોંગ્રેસના મંત્રી તરીકે નિમણૂક આપવામાં આવેલ

[wptube id="1252022"]
Back to top button