TANKARA ટંકારામાં દિવ્યાંગ તેમજ વૃધ્ધ મતદારો માટે વ્હીલચેરની સુવિધા આશીર્વાદરૂપ બની

TANKARA ટંકારામાં દિવ્યાંગ તેમજ વૃધ્ધ મતદારો માટે વ્હીલચેરની સુવિધા આશીર્વાદરૂપ બની
ટંકારાના મતદાન મથકે દિવ્યાંગ મતદારે મતદાન કરી લોકશાહીના પર્વમાં ભાગીદારી નોંધાવી
સમગ ગુજરાતમાં લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ ના ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. મોરબી જિલ્લાના નાગરિકો મતદાનની પોતાની નૈતિક ફરજ નિભાવી રહ્યા છે. ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ અને વૃધ્ધ મતદારો માટે પૂરી પડાયેલ વ્હીલચેરની વ્યવસ્થા માત્ર સુવિધા જ નહી પરંતુ આશિર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ સુવિધા થકી મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના દિવ્યાંગ અને વૃધ્ધ મતદારો વ્હીલચેર પર બેસીને પોતાનો કીમતી મત આપવા મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે.

ટંકારાના પાનેલી ગામે દિવ્યાંગ મતદાર પીતાંબર ભાઈને સમાજ સુરક્ષા વિભાગ દ્વારા વ્હીલચેરની તેમજ સહાયકની સુવિધા પૂરી પાડી મતદાન મથક સુધી પહોંચડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે pwd નોડલ ઓફિસર તેમજ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી વૈશાલીબેન જોશી અને ટીમ દ્વારા દિવ્યાંગો માટે બુથ પર સહાય માટેની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવેલી છે. જેમાં સ્વયં સેવકોની મદદ દ્વારા દિવ્યાંગ અને વૃધ્ધ વ્યક્તીઓને મતદાન કરાવી લોકશાહીના પર્વમાં જોડવામાં આવી રહ્યા છે.








