
TANKARA: ટંકારામાં અપમૃત્યુના બે બનાવ સામે આવ્યા
પ્રથમ બનાવમાં ટંકારાના નેકનામ નજીક ઈડન પોલીપેક કારખાનામાં રહેતા રોશનકુમાર શાહના દીકરા રાજકુમાર (ઉ.૩) કારખાનામાં રમતા રમતા પાણીની કુંડીમાં પડી જતા તેને કોઈ ઝેરી જનાવર કરડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
બિજા બનાવમાં – મોરબીના વાવડી ગામે રહેતા રાજેશસિંહ અજીતસિંહ ઝાલા (ઉ.૪૩) ટંકારાની ખજુરા હોટલના હોજમાં નહાવા માટે ગયા હોય દરમિયાન હોજમાં ડૂબી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
[wptube id="1252022"]