BODELICHHOTA UDAIPUR
બોડેલી ખાતે જે.સી.ટી. ગ્રુપ સંચાલીત દ્વારા માય શાનેન સ્કૂલ-બોડેલીમાં બ્લેક ડે ની ઉજવણીનો.


આજ રોજ જે.સી.ટી. ગ્રુપ દ્વારા સંચાલીત માય શાનેન સ્કૂલ બોડેલી ખાતે 14 મી ફેબ્રુઆરી 2019 ના રોજ ભારતના CRPF ના જવાનો આતંકવાદી હુમલામાં શહીદ થયા હતા.તેવા દેશ પ્રેમી સૈનિકો માટે શાળામાં તેમની શહાદત ને બિરદાવવા તેમજ તેઓને યાદ કરવા માટે બ્લેક ડે ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શહીદ થયેલ સૈનિકોને ફૂલ તેમજ મીણબત્તી પ્રગટાવીને તેમને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી તેમજ બાળકોને જણાવવામાં આવ્યું હતું કે સૈનિકોની આપણી તેમજ દેશની સુરક્ષા માટેની શું ભૂમિકા છે ? બાળકોએ પણ દેશભક્તિના ગીત ગાઇને સૌ જવાનોને શ્રધ્ધાંજલી આપી હતી.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી
[wptube id="1252022"]









