GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા વિદેશી દારૂની બોટલ સાથે ઇસમ ઝડપાયો

ટંકારા:  વિદેશી દારૂની બોટલ સાથે ઇસમ ઝડપાયો

મળતી માહિતી અનુસાર ટંકારાના ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલ પડતર જીનમાં આરોપી અરશદ ઉર્ફે સદામ લીયાકતભાઇ ઉમરીયા રહે.ટંકારા મઠવાળી શેરી તા.ટંકારા જી.મોરબી એ પાસ પરમીટ કે આધાર વગર વેચાણ અર્થે છુપાવીને રાખેલ વિદેશી દારૂની ૨૪ બોટલ સાથે મળી આવતા આરોપીની અટક કરી હતી. જયારે પકડાયેલ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં આરોપી સીરાજ ઉર્ફે ભાણો ઉમરભાઇ જંગરી રહે.મોરબી મુળરહે.હળવદ પાસેથી આ વિદેશી દારૂનો જથ્થો મેળવ્યો હતો. જેથી ટંકારા પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબ્જે લઇ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી. કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની ધોરણસરની તજવીજ હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button