
રાજકોટમાં પારિવારિક સંબધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કૌટુંહિક કાકાએ 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે સગીરાને કાકાએ કામના બહાને વાડામાં બોલાવી હતી, ત્યાર બાદ જબરદસ્તી પૂર્વક સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. કાકાએ ભત્રીજીને ડરાવી પણ હતી.
આ ઘટના બાદ સગીરા સંપૂર્ણ રીતે ડરી ગઈ હતી. પરંતુ હિંત દાખવીને સમગ્ર બાબતની જાણ સગીરાએ પરિવારને કરી હતી. પરિવારે સગીરાને આ મામલે આકરો ઠપકો આપ્યો હતો. ઠપકો મળ્યા બાદ સગીરાને માઠું લાગ્યું અને એસિડ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
પરિવારે પહેલા ભાયાવદ હોસ્પિટલમાં દાખલ કરી હતી, ત્યાર બાદ વધુ તબિયત બગડતાં ઉપલેટા હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. પરંતુ વધુ તબિયત પર અસર થતા ગંભીર હાલતમાં જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સગીરા સાથે બનેલા આ સમગ્ર મામલે પરિવારેપાયાવદર પોલીસ મથકમાં કૌટુંબિક કાકા સામે ફરિયાદ દાખલ કર્યો હતો.સગીરાના પરિવારની ફરિયાદ બાદ ભાયાવદર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે દુષ્કર્મ અને પોક્સો સાહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી છે. દુષ્કર્મ આચરાનારા નરાધમ કૌટુંબિક કાકાને દબોચવા ભાયાવદર પોલીસે શોધખોળ આદરી છે.









