GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ઉછીના પૈસા પરત માંગી મોરબીના યુવાનને ચાર શખ્સોએ ઢોરમાર માર્યો જાનથી મારી નાખવાની ઘમકી આપી

TANKARA: ઉછીના પૈસા પરત માંગી મોરબીના યુવાનને ચાર શખ્સોએ ઢોરમાર માર્યો જાનથી મારી નાખવાની ઘમકી આપી

મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં રહેતા અને દુધનો ધંધો કરતા ફરિયાદી જતીન મનસુખભાઇ દેસાઈ ઉ.31 નામના યુવાને આરોપી ઇન્દ્રનીતસિંહ જાડેજા પાસેથી ત્રણ મહિના પહેલા સાડા ચાર લાખ હાથ ઉછીના લીધા હોય ઇન્દ્રજીતસિંહે રૂપિયા તાત્કાલિક પરત આપી દેવા કહેતા જતીને થોડા સમય બાદ કટકે કટકે રૂપિયા આપવા કહ્યું હતું.

દરમિયાન જતીન અને તેમના પત્ની ટંકારાથી ધંધાના કામે પરત મોરબી જતા હતા ત્યારે એક આઈ ટવેન્ટી અને સ્વીફ્ટ કારમાં ધસી આવેલા આરોપી ઇન્દ્રજીતસિંહ જાડેજા, દિવ્યેશ પટેલ અને અજયસિંહ ઝાલા તેમજ એક અજાણ્યા શખ્સે જતીનનું છોટા હાથી ઉભું રાખવી તારે પૈસા ક્યારે દેવાના છે કહી ફડાકા ઝીકી દઈ જતીનની પત્નીને ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button