ટંકારા તાલુકામાં પંચરોજ કામની કોપી માટે 1.11લાખ પડાવનાર ઇસમ ને ટંકારા પોલીસે ઝડપી લીઘો..

ટંકારા તાલુકામાં પંચરોજ કામની કોપી માટે 1.11લાખ પડાવનાર ઇસમ ને ટંકારા પોલીસે ઝડપી લીઘો..
ટંકારા તાલુકાના જબલપુર ગામમાં ખેડૂતને પંચરોજકામની નકલ માટે એક ઇસમેં ૧.૧૧ લાખની રકમ પડાવી હોય જે મામલે ટંકારાના ઇન્ચાર્જ મામલતદાર કે ડી બુસાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જબલપુર ગામના રહેવાસી પ્રવીણભાઈ ભીમજીભાઈ પરમારને ખેતીની જમીનના કબ્જા સોપણી અંગે પંચરોજકામની ખરી નકલની જરૂરત હોય જેથી આરોપી મહેશભાઈ અવચરભાઈ ગોપાણી રહે કલ્યાણપર તા. ટંકારા વાળાએ રૂ ૧,૧૧,૦૦૦ ની રકમ પડાવી હતી જે બનાવ મામલે ટંકારા પોલીસે આરોપી મહેશ અવચર ગોપાણી રહે કલ્યાણપુર તા. ટંકારા વાળા વિરુદ્ધ આઈપીસી કલમ ૪૦૬,૪૨૦ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જોકે ફરિયાદ નોંધાઈ ત્યારથી આરોપી ફરાર હતો દરમિયાન આરોપી મહેશ ગોપાણીએ મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી જેમાં બંને પક્ષની દલીલો સાંભળી કોર્ટે આરોપીની આગોતરા જામીન અરજી રદ કરી હતી

બીજી તરફ ટંકારા પોલીસની ટીમ આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી રહી હોય ત્યારે આરોપી મહેશ ગોપાણી ખીજડીયા ચોકડી પાસે હોવાની બાતમી મળતા ટંકારા પોલીસ ટીમે આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે









