GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાના મીતાણા ગામે રામાનંદી સમાજની પુત્રવધુ એ પી.એચ.ડી કરી સાસરા તથા પિયર પક્ષનું ગૌરવ વધારેલ

હર્ષદરાય કંસારા ટંકારા ટંકારા તાલુકાના મીતાણા ગામે રામાનંદી સમાજની પુત્રવધુ એ પી.એચ.ડી કરી સાસરા તથા પિયર પક્ષનું ગૌરવ વધારેલ છે.મીતાણા ગામના ભરતભાઈ જયસુખભાઈ આચાર્ય (અગ્રાવત)ના પુત્રવધુ તેમ જ પાર્થ ભરતભાઈ આચાર્ય (અગ્રાવત)ના ધર્મપત્ની જે પડધરી અશોકભાઈ નરહારીદાસ નિમાવત ના સુપુત્રી એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માંથી પી.એચ.ડી. કરેલ છે.

પી.એચ.ડી.નું સંશોધન કાર્ય ગુજરાતી ભાષા સાહિત્ય ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ માંથી ડો. જે. એમ. ચંદ્રવાડીયા ના માર્ગદર્શન હેઠળ ગુજરાતી નવલકથામાં મુસ્લિમ યાત્રાનું આલેખન (પસંદગીની નવલકથાઓને આધારે) વિષય અંતર્ગત સફળતાપૂર્વક સંશોધન કાર્ય પૂર્ણ કરેલ છે. ઉર્વિશાબેને પી.એચ.ડી. કરી ટંકારા તાલુકા નું તથા રામાનંદી સાધુ સમાજ નું ગૌરવ વધારેલ છે. તેમના ઉપર અભિનંદન તથા શુભેચ્છાઓની વર્ષા થઈ રહેલ છે.
[wptube id="1252022"]





