TANKARA:ટંકારાના હડમતીયા ગામે ખેતીની જમીન પચાવી પાડતા બે સામે લેન્ડ ગ્રેબિંગ ફરીયાદ નોઘાઇ

ટંકારાના હડમતીયા ગામે ખેતીની જમીન પચાવી પાડતા બે સામે લેન્ડ ગ્રેબિંગ ફરીયાદ નોઘાઇ
ટંકારા તાલુકાના હડમતીયા ગામે ખેરાર તરીકે ઓળખાતી સીમ સર્વે નં ૨૪૫ પૈકી ૩ ની પાંચ વિઘા જમીન પૈકી આરોપીઓએ ૨૬ ગુઠા જેટલી જમીનમાં ગેરકાયદેસર કબ્જો કરી પોતાના અંગત ફાયદા માટે તેમાં જીરૂનું વાવેતર કરી જમીન પચાવી પાડી છે. ઉપરોક્ત જમીનના માલિક દ્વારા ટંકારા પોલીસ મથકમાં બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બંને આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ભંભોડીની વાડીમાં રહેતા અનસોયાબેન રમેશભાઈ નવઘણભાઈ નકુમ ઉવ.૫૩ એ આરોપી ભીખાભાઈ વાલજીભાઈ સીણોજીયા તથા જયંતિભાઈ વાલજીભાઈ સીણોજીયા રહે બન્ને હડમતીયા તા ટંકારા જી મોરબી વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ટંકારા તાલુકાના હડમતીયા ગામની સીમ સર્વે નં ૨૪૫ પૈકી ૩ ની હેક્ટર આર.એ.-૦૦-૮૦-૯૪ થી ૫ વિઘા જમીન પૈકી ૨૬ ગુઠા જમીન પચાવી પાડવાના આશયથી ગેરકાયદેસર કબ્જો કરી આરોપીઓએ પોતાના અંગત ફાયદા માટે આ જમીન ઉપર જીરૂનું વાવેતર કરી જમીન ઉપર અનઅધિકૃત કબ્જો કર્યાની ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે ઉપરોક્ત બંને આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા ઉપર પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુન્હો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.








