JUNAGADHJUNAGADH CITY / TALUKO

છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા પ્રોહીબીશનના આરોપીને દબોચી લેતી જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ

છેલ્લા બે વર્ષથી બી. ડીવી પો.સ્ટેના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતો-ફરતો આરોપી રેલ્વે સ્ટેશન પાસેથી ઝડપાયો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ડીઆઈજી ની સુચના તેમજ એસ.પી.રવિ તેજા નાં સીધી દેખરેખ હેઠળ જૂનાગઢ જીલ્લાના અલગ- અલગ પોલીસ સ્ટેશનના ગુન્હાના નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢી તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ ના પી.આઈ જે.એચ.સિંધવ ના માર્ગદર્શન અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ જે.જે.ગઢવી, ડી.કે.ઝાલા તથા પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય. દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સંયુકતમાં ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે, બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પ્રોહિબિશન ના ગુન્હામાં નાસતો ફરતો આરોપી રાજુ મનજી મકવાણા રહે. જૂનાગઢ, મુબારકબાગ વાળો હાલ જૂનાગઢ રેલ્વે સ્ટેશન નજીક ઉભો છે. તેવી ચોકકસ બાતમીના આધારે તાત્કાલીક બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા આ ઇસમ હાજર મળી આવતા તેને હસ્તગત કરી જૂનાગઢ બી ડીવીઝન પોલીસ મથક ખાતે આગળની કાર્યવાહી માટે સોપવામાં આવેલ.

[wptube id="1252022"]
Back to top button