TANKARA:ટંકારા તાલુકાના નેકનામ ગામે પેટ્રોલપંપ સંચાલકે હિસાબ માંગતા સાત ઇસમોએ માર મારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી

TANKARA:ટંકારા તાલુકાના નેકનામ ગામે પેટ્રોલપંપ સંચાલકે હિસાબ માંગતા સાત ઇસમોએ માર મારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી
ટંકારાના નેકનામ ગામે પેટ્રોલ પંપનં સંચાલન કરનાર કર્મચારી પાસે હિસાબ માંગતા સાત ઇસમોએ સંચાલક સાથે બોલાચાલી કરી મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
મૂળ નેકનામના વતની અને હાલ રાજકોટ રહેતા અજીતસિંહ નાનભા.આરોપીઓ ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ટેપો જસુભા ઝાલા, ઘનશ્યામસિંહ ભીખુભા ઝાલા, વિક્રમસિંહ ઉર્ફે ટીનો જસુભા ઝાલા, જીતેન્દ્રસિંહ ઉર્ફે લાલો જસુભા ઝાલા, પરાક્રમસિંહ ઉર્ફે કાનો ઘનશ્યામસિંહ ઝાલા, અભિરાજસિંહ યુવરાજસિંહ ઝાલા અને સહદેવસિંહ જયરાજસિંહ ઝાલા રહે નેકનામ તા. ટંકારા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીને નેકનામ પડધરી રોડ પર સિદ્ધિ વિનાયક પેટ્રોલપંપ અવળે છે જેનું લાયસન્સ દીકરા કર્મરાજસિંહના નામે છે જેનું શરુઆતમાં સંચાલક અને સંપૂર્ણ વહીવટ પરાક્રમસિંહ અને સહદેવસિંહ ત્યારે ઘનશ્યામસિંહ ઝાલા આવી પુત્ર કર્મરાજ સાથે બોલાચાલી કરી કરતા હતા તેની સાથે પૈસાની લેતીદેતી મામલે હિસાબમાં ગોટાળા કરતા તેને પેટ્રોલપંપ સંચાલનથી દુર કર્યા હતા ગત તા. ૦૩-૦૫-૨૩ ના રોજ પેટ્રોલપંપેg રાત્રીના નવેક વાગ્યે ફરિયાદીના પુત્ર કર્મરાજસિંહ ઝાલા પેટ્રોલ પમ્પમાં નોકરી કરતા માણસો હાજર હતા ઘનશ્યામસિંહ ઝાલા આવી પુત્ર કર્મરાજ સાથે બોલાચાલી કરી ગાળો આપી ધમકી આપેલ કે અમારે તમને કોઈ રૂપિયા આપવાના થતા નથી પેટ્રોલપંપ બંધ કરી દેજે નહીતર સારા વાટ નહિ રહે છે છરી બતાવી જાનથી મારી નાખવાની દીકરા કર્મરાજને ધમકી આપી હતી બાદમાં તા. ૧૨-૦૬-૨૩ ના રોજ સાંજે નેકનામ ગામે પેટ્રોલપંપ ખાતે મિત્ર વિવેક હાજર હોય ત્યારે નોકરી કરતો ભરત રબારી જમવા ગયો હતો ત્યારે આરોપી ધર્મેન્દ્રસિંહ તેની કાર જીજે ૦૩ બીટી ૪૨૭૮ લીને આવ્યો અને ઘનશ્યામસિંહ, વિક્રમસિંહ, જીતેન્દ્રસિંહ, પરાક્રમસિંહ સહિતના બાઈક લઈને આવી પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવવા આવેલ ગ્રાહકોને પાછા કાઢવા લાગ્યા હતા અને ગાળો આપી હિસાબના રૂપિયા માંગવા નહિ અમારે કોઈ રૂપિયા આપવા નથી કહીને ધમકી આપી પેટ્રોલ પંપ બંધ કરી નાખજો નહીતર તમારી લાશો ઢળી જશે અને ફરિયાદ કરશો તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી જે બનાવ મામલે પોલીસ મથકે જાણ કરતા તમે પોલીસ સ્ટેશન આવી
ફરિયાદ લખવી જાવ કહેતા ફરિયાદી અને તેનો દીકરો કર્મરાજ ફરિયાદ લખાવવા ટંકારા તરફ આવવા નીકળ્યા ત્યારે રસ્તામાં નેકનામ નજીક આરોપી અભિરાજ, સહદેવસિંહ આવી ગાળો આપી ધમકી આપી જો ફરિયાદ કરશો તો મજા નહિ આવે તમે ભલે કુટુંબી સગા હોય જાનથી મારી નાખતા અચકાશું નહિ તેવી ધમકી આપી હતી જેથી ટંકારા પોલીસ સ્ટેશન ગયા જ્યાં સમાજના આગેવાન વિક્રમસિંહ અને સજ્જનસિંહ આવેલ અને વાત કરેલ કે તમે ફરિયાદ ના કરો અમે તેમને સમજાવી દેશું ફરી વખત આવું નહિ કરે તેવી ખાતરી આપતા ફરિયાદ નથી કરવી તેવું નિવેદન આપ્યું હતું
આમ બનાવનું કારણ એ કે વર્ષ ૨૦૧૫ માં દીકરા કર્મરાજ નામે લાયસન્સ મેળવી પેટ્રોલ પંપ શરુ કર્યો હતો જેનો વહીવટ પરાક્રમસિંહ ઝાલા અને સહદેવસિંહ ઝાલાને સોપ્યો હતો વર્ષ ૨૦૧૭ થી ૨૨ સુધી પંપમાં ધંધા અર્થે દીકરા કર્મરાજના નામે રૂ ૩૦ લાખની સીસી લોન અને રૂ ૬ લાખ તેમજ ૬ લાકની લોન લીધી હતી છતાં એપ્રિલ ૨૦૨૨ માં પંપની ગાડી પેટ્રોલીયમ કપની કંડલાથી પેટ્રોલ ડીઝલ ભર્યા વગર ખાલી પરત ફરતા આ બાબતે પૂછતાં પૈસાના અભાવે ગાડી પરત આવેલ છે જેથી તેને કહ્યું કે કુલ મળીને સીસી અને લોન રૂ ૪૨ લાખની ધંધાના પૈસા હોવા છતાં કેમ પૈસાનો અભાવ છે ત્યારે ધંધો ઉધારીમાં જાજો ચાલતો હોવાનું જણાવતા હિસાબ માંગ્યો હતો અને પંપના હિસાબને લગતા રજીસ્ટર ઉપર ખાતરી કરતા હિસાબમાં ગોટાળા કરેલ ધંધાની મોટા ભાગની રકમ અંગત ઉપયોગમાં લીધાનું જણાઈ આવેલ જેથી નારાજગી ચાલતી હતી અને હિસાબ કરી સંચાલનમાંથી છુટા કરી નાખવાનું નક્કી કર્યું હતું બાદમાં સ્વતંત્ર રીતે પેટ્રોલ પંપ શરુ કર્યો જે બાબતનું મનદુઃખ રાખી ઝઘડો કરી સાત ઇસમોએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ટંકારા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે