TANKARA:ટંકારા ગ્રામ પંચાયત મિટિંગમાં બીજી વખત બજેટ ના મંજૂર.

TANKARA:ટંકારા ગ્રામ પંચાયતનું બજેટ બીજી વખત ના મંજૂર.
હર્ષદરાય કંસારા ટંકારા :ટંકારા ગ્રામ પંચાયતનું બજેટ તા.8 /1/24 ની મિટિંગ માં બીજી વખત પણ ના મંજૂર થયેલ છે. ટંકારા ગ્રામ પંચાયત દ્વારા તારીખ 1/ 1 /24 ના રોજ ગ્રામ પંચાયત સભાનો એજન્ડા બહાર પડેલ તેમાં એક થી નવ મુદ્દા નીચે મુજબ લીધેલ.(1) ગત બેઠકની કાર્યવાહી નોંધ ને બહાલી આપવા બાબત.(2) આવક જાવક ના હિસાબોને બહાલી આપવા બાબત. (3) આવેલ બિલો મંજુર કરવા બાબત (4) આવેલ અરજીઓનો નિર્ણય કરવા બાબત (5) ગ્રામ પંચાયત કચેરી ખાતે ફરજ બજાવતા કર્મચારીને બોનસ આપવા બાબત (6) સહીના નમૂના બદલવા બાબત (7) 2024- 25 નો અંદાજપત્ર મંજુર કરવા બાબત (8) મહેસૂલ ક્લાર્કની ભરતી કરવા બાબત ( 9 )અધ્યક્ષ સ્થાનેથી રજુ થતા કામો બાબત તથા પ્રશ્ન બાબત .ગત તારીખ 1 /1/ 2024 ની મિટિંગમાં આ એજન્ડાઓ તથા બજેટ ના મંજૂર કરાયેલ.
સભાના અધ્યક્ષ સ્થાનેથી ગોરધનભાઈ દેવજીભાઈએ ખોખાણીએ ફરીથી એજન્ડા આ મિટિંગમાં રજૂ કરેલ .
સભાના અધ્યક્ષ સ્થાનેથી ગોરધનભાઈ દેવજીભાઈ ખોખાણી એ બે સદસ્યો (1) બિલકીસ બેન અનવરભાઈ સોહરવદી આંગણવાડી ટંકારામાં અને (2)બીલ્કીશ બેન ઈકબાલભાઈ શા એસબીઆઇ ટંકારામાં સરકારી નોકરી કરતા હોય સભ્યપદ રદ કરવા માટે નો ઠરાવ મૂકવા રજૂઆત કરેલ .સરપંચ ની રજૂઆત સામે સાત સભ્યોએ વિરોધ કરેલ .સભ્ય કનુભાઈ ઝાપડાએ સામે રજૂઆત કરેલ કે બંનેના સભ્યપદ ચાલુ રહેતો અમોને કોઈ વાંધો નથી.તારીખ 8/1/24 ના ગ્રામ પંચાયતની મિટિંગમાં જેમાં મુદ્દા નંબર 1 થી 9 માં ઠરાવ નંબર 107 થી 115 લીધેલ હતા તે તમામ મુદ્દા તથા અંદાજપત્ર છ વિરુદ્ધ સાત મતે ના મંજૂર કરેલ છે .આમ બીજી વખત ટંકારા ગ્રામ પંચાયતનું બજેટ ના મંજૂર થયેલ છે