GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના છત્તર ગામે યુવતી સાથે ફોનમાં વાત કરવાનો ખાર રાખી ત્રણ શખ્સોનો યુવક ઉપર હુમલો

TANKARA:ટંકારાના છત્તર ગામે યુવતી સાથે ફોનમાં વાત કરવાનો ખાર રાખી ત્રણ શખ્સોનો યુવક ઉપર હુમલો

ટંકારા તાલુકાના છત્તર ગામે રહેતા યુવક ઉપર દીકરી સાથે ફોનમાં વાત કરવાનું મનદુઃખ રાખી ગામમાં જ રહેતા ત્રણ શખ્સો દ્વારા લોખંડના પાઇપ વડે હુમલો કરતા યુવકને માથામાં ઇજા થઇ હતી ત્યારે બનાવ બાબતે ટંકારા પોલીસ મથકમાં ત્રણેય શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી અનુસાર છત્તર ગામે રહેતા રાજેશભાઈ ઉર્ફે રજુ દેવજીભાઈ સારેસા યુવતી સાથે મોબાઈલ ફોનમાં વાત કરતો હોય જેનું મનદુઃખ રાખી ગત તા.૨૪/૦૩ના રાત્રીના અંદાજે ૯ વાગ્યાના સુમારે છત્તર ગામે આવે હનુમાનજીના મંદિરે પ્રગટાવેલ હોળી પાસે હોય ત્યારે આરોપી ભરતભાઈ અરવિંદભાઈ રાઠોડ, વિનોદભાઈ બાલાભાઈ રાઠોડ તથા રોહિતભાઈ વિનોદભાઈ રાઠોડ રહે.તમામ છત્તર ગામવાળા ત્યાં આવીને રાજેશભાઈ ઉર્ફે રાજુ સાથે ઝપાઝપી કરી ગાળો આપી લોખંડના પાઇપ વડે માથાના ભાગે એક ઘા માર્યો હતો તથા ત્રણેય મળીને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાજેશભાઈ ઉર્ફે રાજુને હુમલામાં માથાના ભાગે બે ટાકા આવ્યા હતા ત્યારે સમગ્ર બનાવ મામલે રાજેશભાઈ ઉર્ફે રાજુએ ટંકારા પોલીસ મથકમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે આરોપીઓ સામે આઇપીસી ની અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કામગીરી હાથ ધરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button