TANKARA:ટંકારામાં સમસ્ત ગુજ્જર સુતાર તથા લુહાર સુતાર જ્ઞાતિ મંડળ ટંકારા દ્વારા વિશ્વકર્મા જયંતી મહોત્સવ ધામધૂમથી ઉજવાશે.

ટંકારામાં સમસ્ત ગુજ્જર સુતાર તથા લુહાર સુતાર જ્ઞાતિ મંડળ ટંકારા દ્વારા વિશ્વકર્મા જયંતી મહોત્સવ ધામધૂમથી ઉજવાશે.ટંકારા: ટંકારામાં સમસ્ત ગુર્જર સુતાર તથા લુહાર સુતાર જ્ઞાતિ મંડળ ના અમૃતલાલભાઈ કારેલીયા, નવીનભાઈ બકરાણીયા અશોકભાઈ ભાલારા તથા કારોબારી સભ્યો દ્વારા દર વર્ષે ભગવાન શ્રી વિશ્વકર્મા જન્મ જયંતી ભાવપૂર્વક ઉજવાય છે
ટંકારામાં તારીખ 22/ 2 /2024 ગુરુવારના દિવસે ભગવાન શ્રી વિશ્વકર્મા જન્મ જયંતી ઉજવવાનું સુંદર આયોજન કરેલ છે.કાર્યક્રમ સુથાર મોતીભાઈ વીરજીભાઈ બકરાણી પરિવારની વાડી ખાતે યોજાશે.
સવારે ભગવાન શ્રી વિશ્વકર્મા નું પૂજન, આરતી કરાશે. તેમાં તમામ ના લોકો ભાગ લેશે. બપોરના મહાપ્રસાદનું આયોજન કરાયેલ છે.ટંકારામાં સતત ૨૦ વર્ષથી શ્રી વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરાય છે.21મા વર્ષે પણ ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલ છે.મકનભાઈ મારુ, જગદીશભાઈ પીઠવા, ચંદુભાઈ કડેચા, શૈલેષભાઈ કડેચા, આશિષભાઈ ભાલારા ,રમેશભાઈ બકરાણીયા, ભરતભાઈ સોલંકી ,રામજીભાઈ કડેચા ,કિશોરભાઈ મારુ સહિત ટંકારા તાલુકાના ભગવાન શ્રી વિશ્વકર્માના સંતાનો સેવકો આ મહોત્સવમાં , આયોજનમાં ભાગ લેશે ભગવાન શ્રી વિશ્વકર્મા જન્મ જયંતી ભાવપૂર્વક ઉજવાય છે.